Site icon સોહમ 24 ન્યુઝ

નવા હાઉસિંગમાં કોટેશ્વર ધામ મંદિર ખાતે મહારુદ્ર યજ્ઞ યોજાયો

નવા હાઉસિંગમાં કોટેશ્વર ધામ મંદિર ખાતે મહારુદ્ર યજ્ઞ યોજાયો

નવા હાઉસિંગમાં કોટેશ્વર ધામ મંદિર ખાતે મહારુદ્ર યજ્ઞ યોજાયો

સુરેન્દ્રનગર નવા હાઉસિંગ ખાતે આવેલ કોટેશ્વરધામ મંદિર ખાતે મહારુદ્ર યજ્ઞનું આયોજન અગિયારસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ મહારુદ્ર યજ્ઞ ના યજમાન પદે ટ્રસ્ટના પ્રમુખ મયુરધ્વજસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહ્યા હતા. આ મંદિરનું નિર્માણ ને 20 વર્ષ પૂર્ણ થતાં મંદિર ખાતે મહારુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રી પ્રવીણભાઈના આચાર્ય પદે મહારુદ્ર યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી કિશોરદાસ સહિત મંદિરના ભક્તોએ વ્યવસ્થા સંભાળી હતી. મહારુદ્ર યજ્ઞ ની સફળ બનાવવા ટ્રસ્ટી એડવોકેટ હસુભાઈ દસાડિયા, પરેશભાઈ ચમનભાઈ ઠક્કર વિગેરેઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version