અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ

Photo of author

By SOHAM 24 NEWS

અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ

Google News Follow Us Link

અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. જેમાંથી બે મજૂરોના મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

  • અમદાવાદના નારાયણપુરામાં ધસી પડી ભેખડ
  • ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા
  • ફાયર ટીમે રેસ્ક્યુ કરીને કાઢ્યા બહાર હતા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધરાશાઈ :

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં બે મજૂરો મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યાં છે

ભરતી મેળો આદરીને બેઠેલી કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદનો ઉકળતો ચરૂ; બે નેતાઓએ નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા

ઘટનાની જાણ ફાયરવિભાગને થતાં  રેસ્ક્યુ ઓપેરેશન હાથ ધરાયું :

પ્રાપ્ત વિગતો પ્રમાણે આ મજુરો JCBના ખોદકામ દરમિયાન કામ કરતાં હતાં, ત્યારે  રોડની ભેખડ અચાનક ધસી પડતાં મજૂરો અંદર દટાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતિનો સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો.  રેસ્ક્યુ મિશન હાથ ધર્યું હતું

અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ

એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું :

સુત્રોના જણાવ્યા અનુસાર નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જુના  એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. દરમિયાનમાં આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ મજૂર દટાયા હતા. જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મોત નીપજ્યું હતું. તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ત્રીજી લહેરે બાળકોને ઝપેટમાં લીધા, સુરત-વડોદરામાં કોરોનાથી બે બાળકીના મોત

ફાયર વિભાગને 10 વાગ્યા બાગ આ ઘટનાનો કોલ મળ્યો :

ફાયર વિભાગને સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી બે મજૂરોને બહાર કાઢ્યા હતાં. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો.

એકટ્રેસ શ્વેતા તિવારીએ ‘અંડરગાર્મેન્‍ટ’ને ભગવાન સાથે જોડયા : નિવેદન બાદ હોબાળો : થશે કાર્યવાહી

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link