શિયાળામાં સૂર્ય સાથે કરી લો મિત્રતા, જાણો સવારે તડકામાં બેસવાના ફાયદા
આપણા વડીલો શિયાળામાં તડકામાં બેસવાનું કહેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો સન-બાથ લેવાના ફાયદા?
- મોટાભાગના લોકો શિયાળામાં સન-બાથ લેવાનું પસંદ કરે છે.
- શિયાળામાં સન-બાથ કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે.
નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને ડિસેમ્બર થોડા દિવસોમાં શરુ થઇ જશે. તો હવે ઘણા વિસ્તારોમાં સારા પ્રમાણમાં ઠંડી પડવાની શરૂઆત થઇ ગઈ છે. ઘણા લોકોએ તેમના કબાટમાંથી શિયાળાના (Winter) કપડાં કાઢી લીધા છે. આ સિઝનમાં, મોટાભાગના લોકો શિયાળામાં સન-બાથ (SunBath) લેવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે શિયાળામાં સુરજના તડકામાં બેસવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. સુર્યના કિરણોથી માત્ર વિટામિન ડી (Vitamin D) જ મળતું નથી, પરંતુ તેનાથી અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ચાલો જાણીએ કે શિયાળામાં સન-બાથ કરવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.
વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ
-
વિટામીન-ડી
એ વાત જાણીતી છે કે સવારે સૂર્યના કુણા તડકામાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે સનબાથ કરવાથી સાંધાના દુખાવા અને શિયાળામાં થતા શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.
-
સારી ઊંઘ
તડકામાં બેસવાતથી આપણા શરીરમાં મેલાટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. આ હોર્મોનથી સારી અને શાંત ઊંઘ આવે છે. આ ઉપરાંત તેનાથી માનસિક તણાવ પણ ઓછો થાય છે.
ગૌતમ ગંભીરને આઈએસઆઈએસ કાશ્મીરએ મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ
-
વજન ઘટાડવામાં મદદરૂપ
શિયાળાનો તડકો વજન માટે પણ ફાયદાકારક છે. તડકામાં બેસવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
-
ફંગલ ઇન્ફેક્શન
જો શરીરમાં કોઇપણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય તો તડકામાં અવશ્ય બેસવું, કારણ કે તડકામાં બેસવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન મરી જાય છે. તેથી, સૂર્યપ્રકાશ ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.
-
ગંભીર રોગોની સારવાર
સૂર્યના કિરણોમાં કમળા જેવા ગંભીર રોગને દૂર કરવાની ક્ષમતા હોય છે. તેથી કમળાના દર્દીઓએ તડકામાં બેસવું જ જોઈએ. ઘરડા પણ કમળામાં તડકામાં બેસવાની સલાહ આપતા હોય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
24 Carat Gold બર્ગર, કિંમત છે 1000 રૂપિયા પરંતુ તમે મફતમાં ખાઈ શકો છો…જાણો કેવી રીતે