દાંડીયાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ખેડુતો ટ્રેકટર સાથે જોડાશે.
- આંદોલનકર્તા ખેડુતો દ્વારા માત્ર દિલ્હીમાં જ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો
- ગાંધીજી દ્વારા મીઠુ(નમક) માટે આ યાત્રાનું આયોજન કરાયુ હતું.
કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાની વિરોધ કરતા ખેડુતો છેલ્લા બે મહિના જેટલા સમયથી આંદોલનનું રણશીંગુ ફુકી દિલ્હી બોર્ડ પર બેઠા છે ત્યારે શરૂઆતમાં આંદોલનકર્તા ખેડુતો દ્વારા માત્ર દિલ્હીમાં જ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો પરંતુ હવે ધીરે ધીરે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવી રહ્યા છે અને જેના લીધે ગુજરાત રાજયમાં પણ દાંડીયાત્રાની શરૂઆત કરાઇ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને કિશાન કોંગ્રેસ દ્વારા 1ર માર્ચના રોજ અમદાવાદ ગાંધી આશ્રમની યાત્રા શરૂ કરી 16 માર્ચના રોજ દાંડી ખાતે આ યાત્રા પૂર્ણ કરશે પાંચ દિવસ ચાલનારી આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડુતો માટે કૃષિબિલ પાછા ખેંચવા સહિત મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સહિત રાજય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીજી દ્વારા મીઠુ(નમક) માટે આ યાત્રાનું આયોજન કરાયુ હતું.
ત્યારે ફરી એકવાર ખેડુતોના હકક માટે શરૂ થયેલી યાત્રામાં સુરેન્દ્રનગર જીલ્લાના અનેક ખેડુતો પોતાનું ટ્રેકટર લઇને આ યાત્રામાં જોડાશે. આ બાબતે સુરેન્દ્રનગર જીલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ રામકુભાઇ કરપડા દ્વારા જણાવાયું હતું કે સ્થાનિક ખેડુતો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાશે અને આ તમામ ખેડુતો સ્વૈચ્છિક રીતે જોડાવાના છે. આ સાથે દાંડી યાત્રા કાર્યક્રમ માત્ર કોંગ્રેસ માટે નહિ પરંતુ જીલ્લાના અનેક નિષ્પક્ષ ખેડુત આગેવાનો પણ જોડાશે અને સરકાર સમક્ષ વિરોધ રજુ કરશે.
-A.P : રોપોર્ટ