Matha Samachar – થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો

Photo of author

By rohitbhai parmar

Matha Samachar થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સમયમાં યોજાવાનો હતો. જેને લઈ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મીટીંગ બાદ તરણેતરનાં મેળાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

Google News Follow Us Link

Matha Samachar The gram panchayat decided to close the world famous tarnetar no melo of Than

  • ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને લઈ પત્ર લખ્યો
  • કલેકટરે કહ્યું- તંત્ર મેળા અંગે 30 ઓગસ્ટ બાદ નિર્ણય કરશે

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ત્રિનેત્રેશ્વરના મંદિર ખાતે દર વર્ષે ઋષિ પાંચમના દિવસે ભરાતા તરણેતરના મેળાનું આ વર્ષે 06 થી 09 સપ્ટેમ્બર સુધી આયોજન કરાયું હતું. પરંતુ SOPના કડક નિયમો અને ભારે વરસાદને કારણે મેળો ન યોજવા ગ્રામ પંચાયતે સર્કયુલેશન ઠરાવી કલેક્ટરને મોકલી આપ્યો છે. જ્યારે કલેકટરે જણાવ્યું હતું કે, પંચાયત ન કરે તો તંત્ર પણ મેળો કરી શકે, આગામી તા.30 ઓગસ્ટ બાદ નિર્ણય લઇશું.

રાજકોટ ગેમઝોનમાં બનેલી ઘટના બાદ સરકારે મેળા માટે કડક નિયમો સાથેની નવી એસઓપી બનાવી છે. ત્યારે ગ્રામપંચાયતે આ બાબતે એક બેઠક બોલાવી હતી. અને એ બેઠકમાં ઠરાવ કર્યો હતો કે, થાન ગ્રામ પંચાયત આ વર્ષે તરણેતરના લોક મેળાનું આયોજન કરવા માંગતું નથી. વરસાદમાં તરણેતર, આજુબાજુના રસ્તાનું ધોવાણ થાય તેમ છે. હાલ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના લોકમેળા રદ કરવામાં આવ્યા છે.

Matha Samachar The gram panchayat decided to close the world famous tarnetar no melo of Than

ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને લઈ પત્ર લખ્યો

ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને ઉદ્દેશીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે હાલમાં તરણેતર ગામ તળાવ, ડેમ, નદી, નાળા ઓવરફ્લો થઈ ગયેલ છે. તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓ હાલની સ્થિતિએ જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ સંપૂર્ણ બંધ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેનાં કારણે લોકમેળામાં આવનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક આફત સર્જાય તેમ હોય.જેથી જેથી ગ્રામ પંચાયત વર્ષ 2024 નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાનાં હસ્તક કરવા માંગતી નથી.

Matha Samachar The gram panchayat decided to close the world famous tarnetar no melo of Than

આ અંગે તરણેતર સરપંચ અજુબા રાણાએ જણાવ્યું કે, મેળા માટે જે નવા નિયમો બનાવાયા છે, તેનું પાલન કરવું મુશ્કેલ છે. કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી પંચાયતની આવે. આથી જ પંચાયતે આ ઠરાવ કર્યો છે. જ્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેયુર સી. સંપટે જણાવ્યું હતું કે, પંચાયત ન કરે તો તંત્ર પણ મેળો કરી શકે, આગામી તા.30 ઓગસ્ટ બાદ નિર્ણય લઇશું.

Jio, Airtel યુઝર્સ એલર્ટ! 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન પેમેન્ટમાં આવશે મુશ્કેલી, જાણો કારણ

ઠરાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો

તેમજ સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લેતા તમામ સૂચનાઓનું ચુસ્તપણે ગ્રામ પંચાતય અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચુસ્તપણે પાલન કરાવી શકે તેમ ન હોય જેથી લોકમેળા દરમ્યાન કુદરતી/કૃત્રિમ અકસ્માત, આફત સર્જાવાની પુરેપૂરી સંભાવના રહેલી હોવાથી ગ્રામ પંચાયત તરણેતરને લોકમેળો 2024 યોજવા સહમત નથી. તેમજ આ બાબતે સરપંચ તેમજ અન્ય સભ્યો દ્વારા ગ્રામ પંચાયતની સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

Gujarat – ગુજરાતમાં દર વર્ષે ભારેથી અતિભારે વરસાદનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, હવામાનમાં શું ફેરફારો થઈ રહ્યા છે?

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link