સુરેન્દ્રનગર જિલ્લામાં સભા સરઘસબંધી
- પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૯/૦૩/૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં, સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પ્રતિબંધ લગ્નના વરઘોડા – સ્મશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.