મેઘમહેર: હળવદ પંથકમાં 2 ઈંચ: લખતર, સાયલા, ચૂડા, લીંબડી, ધ્રાંગધ્રામાં ઝાપટાં પડ્યાં
જિલ્લામાં ગુરુવારે પણ વરસાદી માહોલ પથાવત રહેતા 56 મીમી વરસાદ નોંધાયો હતો. હળવદ પંથકમાં ગુરુવારે પણ બપોર બાદ હળવદ શહેરમાં વરસ્યા હતા. હળવદ તાલુકામાં વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં સુંદરી ભવાની ગામમાં વરસાદના પાણી ભરાયા હતા. જ્યારે શહેરમાં પણ વેચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા પ્રિમોન્સુન પ્લાનિંગની પાલિકાની પોલ ખુલી ગઇ હતી. જેમાં જિલ્લાના લખતર, સાયલા, ચૂડા, ધ્રાંગધ્રા, લીંબડીમાં વરસાદી ઝાપટા થયા હતા. જ્યારે વઢવાણ,મુળી,પાટડી, થાન કોરા રહ્યા હતા.
હવાની ગતી 19 કિમી અને ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું. તાપમાન લઘુતમ 26.8 અને મહત્તમ 35.0 નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ચોથા દિવસે ગુરુવારે પણ મેઘમહેર યથાવત રહી હતી. લખતરમાં 21 મીમી, સાયલામાં 16 મીમી, ચૂડામાં 9 મીમીમ, ધ્રાંગધ્રામાં 7 મીમી, લીંબડીમાં 3મીમી એમ કુલ 56 મીમી વરસાદ જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગ શહેર વઢવાણ, મૂળી, પાટડી, થાનમાં વરસાદ ન થતા કોરા રહ્યા હતા. આ વરસાદી માહોલ દરમિયાન હવાની ગતિ 19 કિમી રહી હતી અને હવામાં ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું. ચુડા તાલુકામાં વરસાદને પગલે પ્રિમોન્સુનની નબળી કામગીરી સામે આવી હતી.

જેમાં ચુડાના જોરાવરપરા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચુડા શહેરમાં પાણી નીકાલ ન થઇ શકતા મુખ્ય માર્ગ પર ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 7 દિવસ આવું વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી કરી છે. આથી શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ દરમિયાન તાપમાન 27થી 32 વચ્ચે રહેવાનું અને હવાની ગતિ 16થી 23કિમી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80થી 86 ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે.
લમ્પી વાઇરસ: ધ્રાંગધ્રાનાં 3 ગામનાં પશુઓમાં લમ્પીનાં લક્ષણો : હળવદમાં પણ રોગે દેખા દીધી