Site icon સોહમ 24 ન્યુઝ

Mehndi Competition – લાયન્સ કલબ રોયલના સહયોગથી મહેંદી સ્પર્ધાનું આયોજન

Mehndi Competition – લાયન્સ કલબ રોયલના સહયોગથી મહેંદી સ્પર્ધાનું આયોજન

Google News Follow Us Link

અણીન્દ્રા હાઈસ્કૂલમાં લાયન્સ કલબ રોયલના સહયોગથી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ. જેમાં અણીન્દ્રા હાઈસ્કૂલ, અણીન્દ્રા પ્રાથમિક શાળા, બાળા પ્રાથમિક શાળા, બજરંગપુર પ્રાથમિક શાળા, બાકરથળી પ્રાથમિક શાળાની 68 દિકરીઓએ ભાગ લીધેલ. તમામ વિદ્યાર્થીનીઓને લાયન્સ તરફથી સર્ટિફિકેટ અને ઈનામ આપવામા આવેલ.

મુખ્ય મહેમાન ટીનાબેન બારોટ હતા.

આ તકે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર હાજર રહી દિકરીઓને ઈનામ આપી મોટિવેટ કરેલ.

લાયન્સ ક્લબ રોયલના પ્રમુખ હિતેશભાઈ કાગડા મંત્રીશ્રી સંગીતાબેન, હેમાબેન, મુકેશભાઈ ઉપાધ્યાય, પ્રશાંતભાઈ, બાકરથળી શાળાના આચાર્ય દિનેશભાઈ CRC સ્નેહાબેન અણીન્દ્રા પ્રાથમિકના આચાર્ય વગેરે હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.

શાળાના આચાર્ય મુકેશભાઈ નિમાવત અને અણીન્દ્રા હાઈસ્કૂલના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

Lions Club – લાયન્સ ક્લબ હોલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version