સુરેન્દ્રનગર વઢવાણ GIDC એસોસિએશન હોલ ખાતે 13૦ થી વધુ લોકોએ કોરોનાની રસી લીધી
- વઢવાણ જીઆઇડીસી એસોસિએશન હોલ ખાતે 13૦ થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.
- 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી.
વઢવાણ જીઆઇડીસી એસોસિએશન હોલ ખાતે 13૦ થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. વઢવાણ જીએઇડીસી હોલ ખાતે ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને રોટરી ક્લબ ઓફ સિટીના ઉપક્રમે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 1૩૦ થી વધુ લોકોએ રસીકરણ કરાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સુમીતભાઇ પટેલ તેમજ રોટરી ક્લબ સાથે જોડાયેલા અને ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ હેમલભાઈ શાહએ જહેમત ઉઠાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ
આ કેમ્પને સફળ બનાવવા વઢવાણ ડેપ્યુટી કલેકટર અનિલકુમાર ગૌસ્વામી તથા તાલુકા હેલ્થમાંથી વાઘેલાભાઈ મળી નગરપાલિકામાંથી મનહરસિંહ રાણા, ઇશ્વરભાઇ પટેલ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલે પણ આ કેમ્પની મુલાકાત લઈને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ