વસ્તડી ભવાનીધામ ખાતે સમસ્ત રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું.
વસ્તડી ભવાનીધામ ખાતે સમસ્ત રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું.
- 24 જિલ્લાના 123 તાલુકાના 10655 ગામના 25000 રાજપૂતોએ દશેરાની શસ્ત્રપૂજા કરી
- કાર્યક્રમ માટે 20 દિવસથી 2100 સ્વયંસેવકની ટીમ કામે લાગી હતી
વઢવાણના વસ્તડી ગામે રાજપૂત સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમાન ભવાનીધામ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં દશેરા નિમિત્તે 25 હજારથી વધુ લોકોના એક સાથે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે.
જ્યાં રાજ્યના 24 કિલ્લાના 123 તાલુકામાંથી 10,655 ગામના 25 હજારથી વધુ પ્રતિનિધિઓએ જોડાઇ પૂજન કર્યું હતું.
સમસ્ત રાજપૂત સમાજને એક તાંતણે બાંધવાના અભિગમ સાથે જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે અનોખું આયોજન કરાયું હતું.
જ્યાં નિર્માણ પામનાર ભવાનીધામની પાવન જગ્યાના સાનિધ્યમાં બુધવારે સાંજે રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સમસ્ત રાજપૂત સમાજના 24 જિલ્લાના 123 તાલુકાના 10,655 ગામોના પ્રતિનિધિઓ આવશે અને 25 હજારથી વધુ લોકો એક જ સમયે એક સાથે એક સ્થળ પર શસ્ત્ર પૂજન કરી નવો ઇતિહાસ રચ્યો હતો.
આ માટે નેશનલ હાઇવે-8 પર સાયલથી લીંબડી વચ્ચે હોટલ નજીક 32 એકર જગ્યાએ વિશાળ પાર્કિંગની વ્વસ્થા સાથે તૈયારીઓને 20 દિવસથી 2100 સ્વયંસેવકની કામે લાગી હતી.
આ કાર્યક્ર્મના અધ્યક્ષ સ્થાનેથી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ જણાવ્યું કે વસ્તડી ગામ પાસે ભવાનીધામ રાજપૂત સમાજ માટે સંસ્કાર ધામ બનશે. અહીં શિક્ષણ, આરોગ્ય અને સંસ્કારોના સિંચનની સુવિધા ઊભી કરાશે.
આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત 2 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં કરાશે. આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડ વિજેતા જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આયોજનને સફળ બનાવવા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ, ડૉ.અનિરૂધ્ધસિંહ પઢીયાર, રૈયાભાઇ રાઠોડ, વિક્રમસિંહ
પરમાર, મહિપતસિંહ ચૌહાણ, મહેશભાઇ રાઠોડ, ઘનશ્યામસિંહ મસાણી, અજીતસિંહ મસાણી, અસવાર દશરથસિંહ સહિત રાજપૂત સમાજના લોકોએ
શોર્ય સંગીત સાથે રાજપૂતોનો ગૌરવવંતા ઇતિહાસની ગાથાઓ ગવાઇ
દશેરા પર્વ નિમિત્તે આયોજન કાર્યક્ર્મમાં પ્રસિધ્ધકલાકાર રાજભા ગઢવીએ દેશના રજવાડા અને રાજપૂતોના ગૌરવવંતા ઇતિહાસ રજૂ કર્યા હતા.
મુગલો અને અંગ્રેજોની ગુલામી વખતે રાજપૂતોએ રાષ્ટ્રધર્મની રખેવાળી કરવા કેસરીયા કર્યાના અનેક ઉદાહરણ આપી દેશ, ગાયો અને બહેનોની રક્ષા કાજે થયેલા શહિદોને યાદ કરાયા હતા.
જ્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી લખેલા ઇતિહાસના પુસ્તકોમાં રાજપૂતોના શોર્ય ગાથાઓ ગવાઇ હતી.
30 એકર પાર્કિંગની જગ્યા રાખવી પડી
વઢવાણ વસ્તડી ગામ પાસે ભવાની ધામે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું.
જેમાં રાજ્યભરમાંથી રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં વાહનો પણ મોટી સંખ્યામાં હોવાથી પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે 30 એકરની જગ્યા રાખવી પડી હતી.
ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી