એસ.એસ.વ્હાઈટ કંપનીનાં માલિક શ્રી.રાહુલ શુક્લનું કર્મચારીઓ દ્વારા ભવ્ય સ્વાગત
- એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓ દ્વારા કંપનીનાં માલિકનું ભવ્ય સ્વાગત
વઢવાણ રોડ ઉપર આવેલી કંપની એસ.એસ.વ્હાઈટના માલિક શ્રી.રાહુલ શુક્લ અઢી વર્ષનાં કોરોનાનાં કપરા સમય બાદ અમેરિકાથી વઢવાણ ખાતે આવેલી કંપનીની મુલાકતે આવતા કંપનીનાં મેનેજર અને કર્મચારીઓ દ્વારા શ્રી. રાહુલ શુક્લને લાઈટીંગ વાળી બગીમાં બેસાડીને શરણાઈ અને ઢોલના સથવારે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
કંપનીનાં કર્મચારીઓ દ્વારા કંપનીનાં માલિકનું આવું ભવ્ય સ્વાગત જોઇ રાહુલભાઈ ગદગદિત થઇ ગયા હતા અને તેમણે કર્મચારીઓને જણાવ્યું કે “હું કામમાંથી નિવૃત થવાનું વિચારતો હતો પણ તમારો આટલો બધો પ્રેમ જોઇને હવે હું કામમાંથી નિવૃત થવાનું કેન્સલ કરું છું” તેમના આ નિર્ણયને કર્મચારીઓ તાળીઓથી વધાવી લીધો.
એક ઈન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ :
હું જ્યારે ભારતમાં ફેક્ટરી ચાલુ કરતો તો અને પહેલા નોઇડામાં કરી પછી મારા ફાધર ભાનુભાઈ શુક્લ એકે કે તારો જન્મ વઢવાણમાં થયો છે અને તારી અહિયાં ન કરવું જોઈએ ફેક્ટરી તો મેં કીધુ ભાઈ અમે એક ઈન્ટરનેશનલ કંપનીઝ છીએ બોઇંગને એરબસ બધાના પાર્ટસ કરીએ છીએ. આ વઢવાણ ગામ અમને નાનું પડશે. પણ એમની ઇચ્છાને માન આપીને મેં કોઈ દિવસ એમણે કીધું હોય એ ન કર્યું હોય એવું બન્યું ન હોતુ એટલે ફેક્ટરી અહીંયાં લઈ આવ્યો અને આજે તમે આ બધા લોકોનો મારા માટેનો પ્રેમ અને લાગણી જુઓ ત્યારે તમને ખબર પડે કે મારા ફાધરએ જે મને સલાહ આપી’તીએ ઉત્તમમાં ઉત્તમ સલાહ હતી.
મને ઘણીવાર લોકો પૂછે છે કે, તમારી જિંદગીના સૌથી સ્માર્ટ ડિસિઝન તમે કયા લીધા છે. તો એમાંનો એક કે એસ.એસ. વ્હાઇટને હું અહીંયા વઢવાણ સુરેન્દ્રનગર લાવ્યો. એક બીજુ ડિસિઝન મારી પત્ની મીના જોડે લગ્ન કર્યુંએ સ્માર્ટમાં સ્માર્ટ ડિસિઝન. પણ હું અહિયાં સુરેન્દ્રનગરમાં આવ્યો આહીં બધા લોકોનો પ્રેમ,લાગણી,વફાદારી મારી અમેરિકન કંપનીમાં જે પ્રોડક્ટ બને છે. એની ક્વોલિટી જેવી છે. એમના જેવી જ એના કરતાં સારી ક્વોલિટી અહિયાં આપના પ્લાન્ટમાં બને છે.
ઈન્ટરવ્યુમાં સવાલ પુછવામાં આવ્યો કે, ખાસ કરીને આપનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેવી લાગણી અનુભવો છો ત્યારે રાહુલ શુક્લએ કહ્યું, ભાઈ હું એવો વિચાર કરતો તો મને 75 વર્ષ થયા છે. આ હેરડાયને બધુ કરીને હું ઉંમરને છુપાવું છું પણ તો પછી મેં આજે મારી વાઈફને મીનાને ફોન કરીને કીધું કે 40 કલાકની મુસાફરી પછી હું પહોંચ્યો મે કીધું મારે હવે રિટાયર્ડ થઈ જવું છે. હવે મારાથી આ નહીં થાય પણ આ આજનું સ્વાગત જોઈને કોઈપણ વ્યક્તિની આંખ ભીની થઈ જાય કારણ કે લાગણી છેને એ તમે ખરીદી નથી શકતા તમે બીજી બધી વસ્તુ ખરીદી શકો પણ લોકોનો પ્રેમ ખરીદી ન શકાય તો હું આજે મને જેકે એ કરતો તો મને કે ડાન્સ કરો તો હું ડાન્સ કરું કારણ કે મને એમ થાય કે આ લોકોની આટલી બધી લાગણી છે. તો મારે એને માન આપવું જોઈએ દુનિયામાં સુખી વ્યક્તિ કોણ હોય છે. જેને પોતાના માં-બાપને સુખી કર્યા હોય અને જેના સંતાનો સુખી હોય એ નંબર એક વસ્તુ ને બીજી કે તમને એવી વ્યક્તિઓ જોડે કાયમી કામ કરતા હોય.