મૂળીના પૂર્વ શિક્ષણ અધિકારી અને બી.આર.સી.ને સસ્પેન્ડ કરાયા

Photo of author

By SOHAM 24 NEWS

મૂળીના પૂર્વ શિક્ષણ અધિકારી અને બી.આર.સી.ને સસ્પેન્ડ કરાયા

  • શિક્ષકો દ્વારા ગેરરીતિ આચરી લખો રૂપિયાની ઉચાપત કર્યા
  • પચ્ચીસ લાખ લેવામાં ગેરરીતિ આચરી હોવાનું ઘટસ્ફોટ
  • ડોક્યુમેન્ટ ચેક કરાતા પુરાવાઓ બનાવટી 
  • સસ્પેન્ડ કરવામાં આવ્યા
મૂળીના પૂર્વ શિક્ષણ અધિકારી અને બી.આર.સી.ને સસ્પેન્ડ કરાયા
મૂળીના પૂર્વ શિક્ષણ અધિકારી અને બી.આર.સી.ને સસ્પેન્ડ કરાયા

શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આજ ગુરુ જો પોતાની મર્યાદા ભુલે તો તેના વિદ્યાર્થીઓ પાસે શું અપેક્ષા રાખી શકાય. ત્યારે મૂળી શિક્ષક શરાફી મંડળીમાં શિક્ષકો દ્વારા ગેરરીતિ આચરી લખો રૂપિયાની ઉચાપત કર્યાની શાહી સુકાઇ નથી ત્યાં ખોટા દસ્તાવેજો ઊભા કરી રૂપિયા પચ્ચીસ લાખ લેવામાં ગેરરીતિ આચરી હોવાનું ઘટસ્ફોટ થયું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળી તાલુકાના વેલાળા (ધ્રાં) ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રીનું કોરોનામાં અવસાન થતાં તેમને મળવાપાત્ર રૂપિયા 25 લાખ સહાય બાબતે મૂળી પૂર્વ તાલુકા શિક્ષણ અધિકારી અને વગડિયા શાળાના આચાર્ય વિક્ર્મભાઈ સુથાર તેમજ જશાપર બી.આર.સી. ભવનના કોર્ડીનેટર જીજ્ઞેશભાઈ વ્યાસ દ્વારા દરખાસ્ત કરાઇ હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ડોક્યુમેન્ટ ચેક કરાતા પુરાવાઓ બનાવટી ઊભા કરી કચેરીને ગેરમાર્ગે દોર્યા હોવાનું ધ્યાને આવતા બંને શિક્ષકો વિક્રમભાઈ સુથાર અને જીજ્ઞેશભાઈ વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

વધુ સમાચાર માટે…