ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલનું મોટું નિવેદન,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન

Photo of author

By SOHAM 24 NEWS

ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલનું મોટું નિવેદન,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન

Google News Follow Us Link

ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલનું મોટું નિવેદન,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન

ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન છે. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ.

  • ખોડલધામ પાટોત્સવ મુદ્દે નરેશ પટેલનું નિવેદન
  • આજે શક્તિ અને ભક્તિનો સંગમ છે: નરેશ પટેલ
  • રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન

વર્ચ્યુ્લ કાર્યક્રમમાં નરેશ પટેલનું નિવેદન:-

ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને 21 જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો છે. જ્યાં ચેરમેન પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2011માં એક વિચાર આવ્યો હતો દરેક પરિવારને એક તાંતણે ભેગા કરવાનો આજે ખોડલધામ ખાતે શક્તિ અને ભક્તિનો સંગમ થઈ રહ્યો છે.

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો:- 

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં. તેમણે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.ખોડલધામમાં વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. 9 વાગે નરેશ પટેલ મહાઆરતી કરી હતી. તેમજ હાલ ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

વર્ચ્યુઅલ પાટોત્સવનું જીવંત પ્રસારણ કરાશે:-

સમાજના લોકો દ્વારા શહેરની જુદી જુદી સોસાયટીઓ અને ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન, ટીવી અને પ્રોજેક્ટર મૂકીને આ મહોત્સવના સાક્ષી બનશે અને મહોત્સવ નિહાળશે. આ ઉપરાંત જુદી જુદી ધાર્મિક ચેનલોમાં પણ વર્ચ્યુઅલ પાટોત્સવનું જીવંત પ્રસારણ કરાવામાં આવશે. રાજ્યભરનાં ગામડાંમાં અને શહેરની સોસાયટીઓમાં દસ હજાર જેટલી એલઇડી સ્ક્રીન, પ્રોજેકટર મૂકવામાં આવ્યાં છે.

તુર્કમેનિસ્તાન સરકારના આદેશથી આગથી ધગધગતા નરકનાં દ્વાર બંધ કરાશે

ખોડલધામ મંદિર અને પટાંગણનો ફૂલહારથી શણગાર:- 

ખોડલધામ મંદિરમાં ચાલી રહેલા પાટોત્સવના કારણે મંદિર અને પટાંગણનો ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો છે. બીજી તરફ મંદિરમાં વહેલી સવારથી જ  રાજકીય અને સામાજિક આગેવાનોનો ધસારો જોવા મળ્યો હતો.જેમાં જયેશ રાદડિયા, ભરત બોઘરા સહિતના આગેવાનો હાજર ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમ દરમિયાન સોમનાથના સંગીતકારો બોલાવાયા છે. તેમજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કોંગ્રેસ આગેવાન સિદ્ધાર્થ પટેલ , પ્રફુલ પટેલ, મનસુખ માંડવિયાએ શુભેચ્છા સંદેશ મોકલ્યો

ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલનું મોટું નિવેદન,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન
                                                      https://youtu.be/bGNctLx4Xds

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ ‘ગહેરાઇયા’નું ટ્રેલર રિલીઝ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link