National Tobacco Control – રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ
- રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રી દ્વારા આ બેઠકમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. આ કામગીરી બાબતે ફરજ સોંપવામાં આવી હોય તે જુદી-જુદી કચેરીઓ દ્વારા કરવામાં આવેલા દંડનાત્મક કાર્યવાહી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ માટે જનજાગૃત્તિ અભિયાન હાથ ધરી વિશેષ પ્રવૃત્તિઓ કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત આ કામગીરી માટે જુદી-જુદી કચેરીઓને સોંપવામાં આવેલી કામગીરી વધુ સારી રીતે થાય તે માટે સઘન પ્રયાસો કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તમાકુ અધિનિયમ-2003 અંતર્ગત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 72 કેસના રૂ.7200, આરોગ્ય વિભાગ દ્વારા કુલ 12 કેસના રૂ.1400 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃત્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવે તે આવશ્યક છે. જિલ્લામાં તમાકુ નિયંત્રણને લઈ શાળાઓમાં અને કોલેજોમાં ઉપરાંત સમગ્ર જિલ્લામાં વ્યસનમુક્તિ માટે વિશેષ કાર્યક્રમો કરવામાં આવે તેવી સૂચના પણ જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા અધિકારીશ્રીને આપી હતી.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.જી ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા
ગેલેરી ધરાશાયી – સુરેન્દ્રનગર રાજગૃહી બિલ્ડીંગના ફ્લેટની ગેલેરી ધરાશાયી, સ્થાનિકોમાં ભયનો માહોલ