Site icon સોહમ 24 ન્યુઝ

Neha Kakkar Birthday: નેહાની માતા નહોતી આપવા માંગતી તેને જન્મ

Neha Kakkar Birthday: Neha's mother did not want to give birth to him

Neha Kakkar Birthday: Neha's mother did not want to give birth to him

Neha Kakkar Birthday: નેહાની માતા નહોતી આપવા માંગતી તેને જન્મ

Google News Follow Us Link

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આજે સફળતાના એ મુકામે છે, જ્યાં પહોંચવું દરેક વ્યક્તિના કામની વાત નથી. આજના યુગની ટોચની ગાયિકાઓમાંની એક નેહા આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. સફળતાના શિખરે પહોંચેલી નેહાનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. ઘણા લોકો જાણતા હશે કે કઈ રીતે નેહા સામન્ય પરિસ્થિતિમાંથી આટલી આગળ વધી.પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ દુનિયામાં આવવા માટે પણ તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આવો જાણીએ નેહાના જીવન સાથે જોડાયેલી થોડી અજાણી વાતો..

34માં જન્મદિવસની કરી ઉજવણી 

સ્પર્ધક તરીકે પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલના જજ બનવા સુધીની નેહાની સફર ખૂબ જ પ્રેરણાદાયી છે. પરંતુ શું તમે જાણો છો કે તેના જીવનમાં એક એવો તબક્કો હતો જ્યારે તેની માતા પોતે તેને મારવા માંગતી હતી. જ્યારે નેહા તેની માતાના ગર્ભમાં હતી. ત્યારે તે નેહાને આ દુનિયામાં લાવવા માંગતી ન હતી. તેના ભાઈ ટોની કક્કરે પોતે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આજે બોલિવૂડની ટોચની સિંગર છે નેહા

તે બધા જાણે છે કે નેહા કક્કર અને તેના પરિવારે પણ તેમના જીવનમાં એક એવો તબક્કો જોયો જ્યારે તેઓ નાના ભાડાના મકાનમાં રહેતા હતા. થોડા સમય પહેલા ટોની કક્કરે ખુલાસો કર્યો હતો કે તેમના પરિવારની હાલત સારી નહોતી. આવી સ્થિતિમાં તેના માતાપિતા ઇચ્છતા ન હતા કે ઘરની આવી સ્થિતિ વચ્ચે તેમના ત્રીજા બાળકનો જન્મ થાય. પરંતુ ગર્ભાવસ્થાના આઠ અઠવાડિયા વીતી જવાને કારણે તેની માતા ગર્ભપાત કરાવી શકી ન હતી અને આ રીતે 6 જૂન, 1988ના રોજ આજની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કરનો જન્મ થયો હતો.

6 જૂન, 1988ના રોજ નેહા કક્કરનો જન્મ થયો હતો

બાળપણથી જ ગાવાનો શોખ ધરાવતી નેહા કક્કડ તેની મોટી બહેન સોનુ કક્કરની જાગ્રતમાં ભજન ગાતી હતી. બંનેએ લાંબા સમય સુધી ભજન ગાઈને કમાણી કરી. બાદમાં નેહાએ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં ભાગ લીધો અને તેની સિંગિંગ કરિયરમાં એક ડગલું આગળ વધ્યું. જો કે આ શોમાં તેને વધારે સફળતા મળી ન હતી. વર્ષ 2008 માં તેણે તેનું આલ્બમ નેહા ધ રોકસ્ટાર લોન્ચ કર્યું. આ પછી તેણીએ ધીમે ધીમે તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગમાં આગળ વધ્યા અને ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી.

નેહા તેના મ્યુઝિક આલ્બમ માટે પણ જાણીતી

નેહાને બોલિવૂડમાં તેના ગીત ‘સેકન્ડ હેન્ડ’ જવાનીથી ઓળખ મળી હતી. આ ગીત તેનું પ્રથમ હિટ ગીત માનવામાં આવે છે. આ પછી તેને ફિલ્મ યારિયાંનું ગીત ‘સની-સની’થી પણ ઘણી ઓળખ મળી. નેહાએ પોતાના કરિયરમાં ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેના ગીતો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. ફિલ્મોમાં ગાવા ઉપરાંત તે તેના મ્યુઝિક આલ્બમ માટે પણ જાણીતી છે. તેમના પ્રખ્યાત ગીતોમાં કાલા ચશ્મા, મનાલી ટ્રાન્સ, આંખ મારે, કર ગયી ચુલ, સમર, સાકી સાકી વગેરેનો સમાવેશ થાય છે.

ટેન્કરનો અકસ્માત: હળવદના સુખપર નજીક જોખમી કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત, કેમિકલ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરાયો

વધુ સમાચાર માટે…

સંદેશ

Google News Follow Us Link

Exit mobile version