સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો

Photo of author

By rohitbhai parmar

Newly constructed bus stand – સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો

નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને આજ રોજ સુરેન્દ્રનગર ડેપો ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવીન ત્રણ બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. દંડકશ્રીએ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વધુમાં તેમણે બસોનું નિરીક્ષણ કરી મુસાફરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લ્લાને નવીન પાંચ બસોની ભેટ મળતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યકત કરતાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા જીલ્લાને નવીન અત્યાધુનિક પાંચ બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ત્રણ બસો સુરેન્દ્રનગર ડેપોને, 1 લિંબડી ડેપો અને 1 ધ્રાંગધ્રા ડેપોને આપવામાં આવી છે. આ બસો થકી મુસાફરોની સુવિધામાં વધારો થશે. જિલ્લાનાં લોકો વધુમાં વધુ બસ સુવિધાનો લાભ લઈ  શાંતિથી, આરામદાયક મુસાફરી કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં નવનિર્મિત સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ કરવામાં આવશે તેમજ જીલ્લાને નવી વોલ્વો બસ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવશે જેથી પરિવહનની સુવિધા બહેતર બનશે.

સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો

ધ્રાંગધ્રાથી મહાદેવનગર રૂટની નવી બસ

આજરોજ ધ્રાંગધ્રા એસ.ટી.ડેપો ખાતેથી ધ્રાંગધ્રાથી મહાદેવનગર રૂટની નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખસુશ્રી કલ્પનાબેન રાવલ અને અગ્રણીશ્રી કિરીટસિંહ જાડેજાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીશ્રી મયુરભાઈ દવે તેમજ એસ.ટી.ડેપોના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો

સુરેન્દ્રનગર-ભુજ, સુરેન્દ્રનગર-સુરતની નવી લક્ઝરી બસ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો દ્વારા આજથી સુરત અને ભુજની લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર-ભુજ રૂટની લક્ઝરી બસ સવારે 5:30 કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જ્યારે બીજી બે લક્ઝરી બસો સુરેન્દ્રનગરથી-સુરત રૂટની બસ સવારે 9:00 કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જેમાં 2×2 સીટિંગ કેપેસિટી 41ની છે. બસોની સીટો પુશબેક અને આરામદાયક હોવાથી મુસાફરો શાંતિથી મુસાફરીનો અનુભવ કરશે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, એસ.ટી.બોર્ડ સલાહકાર સમિતિ સભ્યશ્રી વનરાજભાઈ, મુકેશભાઈ ગોવાણી અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પટેલ, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજરશ્રી આઈ.જે.નાયી સહિત ડેપોના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર ખાતે “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત “આયુષ મેળો” યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link