દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ… જાણો કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ

Photo of author

By SOHAM 24 NEWS

દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ… જાણો કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ

 દિલ્હી (Delhi)માં વીકેન્ડ કર્ફ્યુ લાગ્યા બાદ કર્ણાટક (Karnataka)માં પણ વીકેન્ડ કર્ફ્યુ (Weekend Curfew) લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ (Night Curfew) પહેલાંથી જ લાગેલો છે.

Google News Follow Us Link

દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ... જાણો કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ

  • દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ
  • કર્ણાટકમાં વીકેન્ડ કર્ફ્યુ
  • ખાનગી સંસ્થાઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ

કોરોનાના વધતાં કેસને જોતાં દેશના ઘણાં રાજ્યોમાં પ્રતિબંધોનો સિલસિલો શરુ થઈ ગયો છે. દિલ્હી (Delhi)માં વીકેન્ડ કર્ફ્યુ લાગ્યા બાદ કર્ણાટક (Karnataka)માં પણ વીકેન્ડ કર્ફ્યુ (Weekend Curfew) લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ (Night Curfew) પહેલાંથી જ લાગેલો છે. દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકેન્ડ કર્ફ્યુ રહેશે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)એ ડીડીએમએ (DDMA)ની બેઠક બાદ લોકોને અપીલ કરી છે કે જો અત્યંત જરૂરી કામ હોય, તો જ ઘરથી બહાર નીકળો. આવશ્યક સેવાઓ સિવાય તમામ સરકારી અધિકારી ઘરેથી કામ કરશે. ખાનગી સંસ્થાઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી તહેવાર પર પ્રતિબંધ! જાહેરનામું અમલી; ચાઇનિઝ દોરી- તુક્કલ વેચનારા ખાસ વાંચી લેજો નહીં તો…

કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ:- 

– દિલ્હી

દિલ્હીમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ કર્ફ્યુ. દરરોજ નાઇટ કર્ફ્યુ ઉપરાંત શનિવાર અને રવિવારે સંપૂર્ણ નાઇટ કરફ્યું, જે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 સુધી હશે.

દિલ્હીના લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા ફુલ કેપેસિટી સાથે બસો અને મેટ્રોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રાઈવેટ ઓફિસ 50% ક્ષમતા સાથે કામ કરશે, સરકારી ઓફિસોમાં જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ અધિકારી ઓનલાઈન કે વર્ક ફ્રોમ હોમ કરશે.

પબ, રેસ્ટોરન્ટ, બાર, હોટેલ, સિનેમા હોલ, થિએટર, ઓડિટોરિયમ 50% ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે.

Taarak Mehta…ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી!, આ સુંદર યુવતી થઈ ફિદા અને હવે પછી…

– ઉત્તર પ્રદેશ

યુપીમાં નાઇટ કર્ફ્યુ હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

ધોરણ 10 સુધી રાજ્યની તમામ શાળાઓ બંધ રહેશે.

6 જાન્યુઆરીથી કોઈપણ કાર્યક્રમમાં 100થી વધુ લોકો સામેલ નહીં થાય. ભલે તે લગ્ન કેમ ન હોય. કોઈપણ ખુલ્લી જગ્યાએ 50 ટકાથી વધુ લોકો ન હોવા જોઈએ.

જીમ, સ્પા, સિનેમા હોલ, વેડિંગ હોલ, રેસ્ટોરન્ટ અને અન્ય જાહેર સ્થળો માત્ર 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

– કર્ણાટક

રાજ્યમાં 7 જાન્યુઆરીથી વીકએન્ડ કર્ફ્યુ.

રાજ્યભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ.

બેંગલુરુમાં તમામ શાળાઓ, કોલેજો (મેડિકલ પેરા મેડિકલ કોલેજ સિવાય) બંધ રહેશે.

પબ, ક્લબ, રેસ્ટોરન્ટ, બાર, હોટેલમાં રેસ્ટોરન્ટ વગેરે માત્ર 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, ઓડિટોરિયમ વગેરે પણ ફક્ત 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

વરસાદમાં આ 3 રીત અપનાવી તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ બનાવો, ફોનમાં ધૂળ-માટી પણ નહિ જાય, ખર્ચો માત્ર 200 રૂપિયા

– બિહાર

બિહારમાં 6 જાન્યુઆરીથી નાઇટ કર્ફ્યુ

6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી બિહારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે.

ધોરણ 8 સુધી શાળાઓ બંધ રહેશે.

સરકારી અને બિનસરકારી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે.

નવમા અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાય છે.

લગ્ન સમારોહ અને શ્રાદ્ધ કાર્યક્રમોમાં વધુમાં વધુ 50 લોકોને મંજૂરી આપવામાં આવશે.

દુકાનો અને ખાનગી સંસ્થાઓ રાત્રે 8 વાગ્યા સુધી ખોલી શકાશે.

ધાર્મિક સ્થળો બંધ રહેશે. મોલ, સિનેમા, ક્લબ, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, જીમ, પાર્ક પણ 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

– પંજાબ

બાર, સિનેમા હોલ, મોલ, રેસ્ટોરન્ટ, સ્પા, એસી બસો માત્ર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. તમામ સ્ટાફ ફૂલી વેક્સીનેટેડ હોવો જોઈએ.

સ્વિમિંગ પૂલ અને જિમ બંધ.

કોઈપણ કાર્યાલયમાં માત્ર ફૂલી વેક્સીનેટેડ લોકોને આવવાની પરવાનગી.

બિનજરૂરી પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. એટલે કે નાઇટ કર્ફ્યુ.

– છત્તીસગઢ

નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી.

રેલી, સમારોહ, રમતગમત જેવી કોઈપણ જાહેર સભા પર પ્રતિબંધ.

રેલવે સ્ટેશનો અને રાજ્યની સરહદો પર કોરોનાની તપાસ.

આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link