સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અંગે ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

Photo of author

By rohitbhai parmar

Notice to farmers to be careful – સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અંગે ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અંગે ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 29 અને 30 માર્ચ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં  પવન સાથે કમોસમી સામાન્ય વરસાદની સંભાવના છે.

આ સમયે વાદળછાયાં વાતાવરણ તથા કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર-બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા તેમજ એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી

આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551 નો સંપર્ક કરી શક્શે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સુરેન્દ્રનગરમાં હર ઘર ધ્યાન હર ઘર યોગ કાર્યક્રમ અંતર્ગત આગામી રવિવારે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link