Notification – ધોરણ-10 તથા 12ની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસ.એસ.સી/એચ.એસ.સી(સા.પ્ર/વિ.પ્
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.14/03/2023થી તા.29/03/2023 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં આવેલ ઝેરોક્ષ મશીનોની દુકાનો સંચાલકો દ્વારા પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવવાની રહેશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ઊભા રહેવા પર તેમજ પરીક્ષા ખંડમાં સેલ્યુલર/ મોબાઇલ/ ઇલેક્ટ્રોનિક ગેઝેટસ/ કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા, ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય દંડ સંહિતા-1860ની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
“હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ખાતે “આયુષ મેળો” યોજાશે