Notification – સુરેન્દ્રનગર ખાતે વિવિધ રૂટો પર ટ્રાફિક ડાયવર્ઝનને લગતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
- સુરેન્દ્રનગર ખાતે મહાનુભાવોની મુલાકાતને ધ્યાને લઇ વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા
આગામી તારીખ 23, 24 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. હોટલ પ્રેસિડેન્ટ તથા પંડિત દિનદયાલ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડી. આઇ. ભગલાણી દ્વારા વિવિધ રૂટ ઉપર વાહનોને ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અંતર્ગત આ મુજબના રૂટ પરના તમામ વાહનોને તારીખ 23/01/2023 અને તારીખ 24/01/2023 ના રોજ (બંને દિવસ) સવારે 08:00 કલાકથી 22:00 કલાક સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. માલવણ તથા ધાંગધ્રા તરફથી સુરેન્દ્રનગર આવતા વાહનો વટેશ્વર વન, દુધરેજ પાસે આવેલ કેનાલ ઉપરથી મૂળચંદ ગામ થઈ જશે. મુળી તરફથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતા વાહનો મેક્સન સર્કલ થઈ ઉપાસના સર્કલ થઈ મૂળચંદ ગામ થઈ દુધરેજ તરફ જશે. જ્યારે લીંબડી તરફથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતા વાહનો ગેબનશા પીર સર્કલ થઈ શ્રદ્ધા હોટલ થઈ મૂળચંદ ગામ થઈ દુધરેજ તરફ જશે. જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને સરકારી ફરજ પરના વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ