- Advertisement -
HomeNEWSહવે IAS-IPS ની નિમણૂંકમાં પણ મોદી સરકારનો દબદબો, લાવશે એવો કાયદો કે...

હવે IAS-IPS ની નિમણૂંકમાં પણ મોદી સરકારનો દબદબો, લાવશે એવો કાયદો કે મમતા જેવા CM પણ કશું નહીં કરી શકે

- Advertisement -

હવે IAS-IPS ની નિમણૂંકમાં પણ મોદી સરકારનો દબદબો, લાવશે એવો કાયદો કે મમતા જેવા CM પણ કશું નહીં કરી શકે

Google News Follow Us Link

હવે IAS-IPS ની નિમણૂંકમાં પણ મોદી સરકારનો દબદબો, લાવશે એવો કાયદો કે મમતા જેવા CM પણ કશું નહીં કરી શકે

દેશમાં IAS અને IPS ઓફિસર્સની નિમણૂક અને રિલિવ કરવામાં પણ કેન્દ્ર સરકારનો દબદબો વધે તેવા પ્રયાસો મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. Budget session માં આ વિષે દલીલો થશે એવું લાગે છે.

  • IASની નિયુક્તિમાં કેન્દ્રનો દબદબો વધશે
  • મોદી સરકાર લાવવા જઈ રહી છે એવો નિયમ
  • મમતા બેનરજી સહિત મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારનો વિરોધ

PM મોદી અને તેમના મંત્રીઓ સતત નવા નવા કાયદાઓ રજૂ કરી રહ્યા છે તો જૂનામાં કેટલાક ફેરફારો પણ કરી રહ્યા છે. વધુ એક કાયદો આવી શકે છે કે જે મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર સરકારને આમને સામને લાવી દેશે.

1 જાન્યુઆરી 2021 સુધી દેશમાં કુલ 5200 IAS અધિકારી હતા, જેમાંથી 458 કેન્દ્રમાં નિયુક્ત હતા

મોદી સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે એક IAS અધિકારીની નિયુક્તિ અંગે વિવાદ સર્જાયો હતો.

બંગાળના IAS અધિકારી અલપન બંદ્યોપાધ્યાયને મોદી સરકારે તેમના રિટાયરમેન્ટના અંતિમ દિવસે કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ અલપને એમ કર્યુ ન્હોતું અને મમતા બેનરજીએ તેમને રિલીવ પણ નહોતા કર્યા.

બાદમાં એવું બન્યું હતું કે અલપને રિટાયરમેન્ટ તો લઈ લીધું પણ તેઓ મમતાના મુખ્ય સલાહકાર બની ગયા.

IAS IPS ની નિયુક્તિના નિયમોમાં ફેરફાર:-

હવે મોદી સરકાર IASની નિયુક્તિના નિયમોમાં પણ એવા ફેરફાર કરવા જઈ રહી છે કે મમતા કે કોઈપણ રાજ્ય કેન્દ્રના બોલાવ્યા પછી કોઈપણ IAS અધિકારીને દિલ્હી મોકલવાનો ઈનકાર નહીં કરી શકે.

બજેટ સત્રમાં રજૂ થઇ શકે છે અમેન્ડમેન્ટ:-

એવું મનાય છે કે કેન્દ્ર સરકાર 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટ સત્રમાં આ સંશોધન રજૂ કરી શકે છે.

જો કે અગાઉથી જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ પ્રસ્તાવિત સંશોધન અંગે નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ પણ આનો વિરોધ કરી રહ્યા છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ‘જીવ હી શિવ હૈ’ સૂત્રને સાર્થક કર્યું, PM મોદી સોમનાથમાં અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો

IASની નિયુક્તિમાં કેન્દ્રનો દબદબો વધશે:-

એવું મનાય છે કે જો આ નિયમ પસાર થશે તો IAS અને IPS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિના મામલે સંપૂર્ણ તાકાત કેન્દ્ર સરકારના હાથમાં જતી રહેશે અને એમ કરવા માટે તેને રાજ્ય સરકારની સહમતિ લેવાની જરૂર નહીં રહે.

આ જ કારણ છે કે બંગાળ, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.

હાલના નિયમો અનુસાર, રાજ્યોએ કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ સહિત IAS અધિકારીઓની નિયુક્તિ કરવાની હોય છે અને કોઈપણ સમયે આ કુલ કેડરની સંખ્યાને 40%થી વધુ ન હોઈ શકે.

Circuit House Inaugurated: થોડીવારમાં પીએમ મોદી સોમનાથમાં બનાવેલ નવા સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે

– આ ચાર ફેરફારો થઈ શકે છે. 

  1. કેન્દ્ર રાજ્યના પરામર્શથી કેન્દ્ર સરકારમાં નિયુક્ત કરવામાં આવનારા IAS અધિકારીઓની સંખ્યા નક્કી કરશે અને પછી રાજ્ય એવા અધિકારીઓનાં નામોને પાત્ર બનાવશે.
  2. જો રાજ્ય સરકાર IAS અધિકારીને કેન્દ્રમાં મોકલવામાં વિલંબ કરે અને નિશ્ચિત સમયમાં નિર્ણય લાગુ ન કરે તો અધિકારીને કેન્દ્ર સરકાર દ્વારા નિશ્ચિત તારીખથી રાજ્ય કેડરથી રિલીવ કરી દેવાશે. અત્યારે IAS અધિકારીઓને કેન્દ્રમાં નિયુક્તિ માટે રાજ્ય સરકારથી NOC લેવાની હોય છે.
  3. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈપણ અસહમતિના કિસ્સામાં, નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને રાજ્ય કેન્દ્રના નિર્ણયને એક નિશ્ચિત સમયની અંદર લાગુ કરશે.
  4. ખાસ સ્થિતિમાં જ્યાં કેન્દ્ર સરકારને જનહિતમાં કેડર અધિકારીઓની સેવાઓની જરૂર હોય છે, રાજ્ય પોતાના નિર્ણયોને એક નિશ્ચિત સમયની અંદર અમલી કરી શકશે.

Birthday Wish: આયુષ્માન ખુરાનાએ તાહિરા માટે લખી બર્થડે નોટ, 21 વર્ષ પહેલાં પત્ની માટે ગાયેલું ગીત કર્યું શેર

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...