NRFએ કહ્યું તાલિબાનનો પંજશીર જીતનો દાવો ખોટો, અમારા યોદ્ધા દરેક ખૂણા પર તૈનાત

Photo of author

By SOHAM 24 NEWS

NRFએ કહ્યું તાલિબાનનો પંજશીર જીતનો દાવો ખોટો, અમારા યોદ્ધા દરેક ખૂણા પર તૈનાત

NRFએ તાલિબાનના દાવાનો ખોટો ગણાવ્યો કહ્યું પંજશીરના દરકે ખૂણે અમારા યોદ્ધા હાજર છે.

  • NRFએ તાલિબાનના દાવાનો ખોટો ગણાવ્યો છે.
  • પંજશીર પર તાલિબાનનો કબ્જાની વાત ખોટી છે.
  • પંજશીરને જલ્દી જ મસૂદ પરિવારથી આઝાદ જાહેર કરી દેવામાં આવશે.

NRFએ કહ્યું તાલિબાનનો પંજશીર જીતનો દાવો ખોટો, અમારા યોદ્ધા દરેક ખૂણા પર તૈનાત

પંજશીર પર તાલિબાનનો કબ્જાની વાત ખોટી છે-  NRF

અફઘાનિસ્તાનમાં શાંતિની છેલ્લી આશા વિદ્રોહી નેતા અહમદ મસૂદના રાજ્ય પંજશીરથી છે. જેને લઈને અલગ અલગ દાવા કરાઈ રહ્યા છે. તાલિબાને પંજશીર જીત્યાનો દાવો કર્યો ત્યારે વિદ્રોહી સંગઠન નેશનલ રેજિસ્ટન્ટ ફ્રન્ટ એટલે કે  NRFએ તાલિબાનના દાવાનો ખોટો ગણાવ્યો છે.  NRFએ કહ્યું કે પંજશીર પર તાલિબાનનો કબ્જાની વાત ખોટી છે. પંજશીરના દરકે ખૂણે અમારા યોદ્ધા હાજર છે.

પંજશીરના દરકે ખૂણે અમારા યોદ્ધા હાજર છે- NRF

NRFએ કહ્યું કે મહત્વની ચોકીઓ પર હજું પણ અમારા કમાન્ડર તૈનાત છે. આ સાથે જ પંજશીર ઘાટીમાં અલગ અલગ જગ્યાઓ પર અમારા યોદ્ધા તૈનાત છે. લડાઈ હજું પણ જારી છે.  NRFએ આશા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનના લોકો આ લડાઈને જારી રાખશે.

NRFએ કહ્યું તાલિબાનનો પંજશીર જીતનો દાવો ખોટો, અમારા યોદ્ધા દરેક ખૂણા પર તૈનાત

તાલિબાન NRF ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના મોતનો પણ દાવો કર્યો

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાનુંસાર તાલિબાને કહ્યુ છે કે તેણે પંજશીર પ્રાંત પર સંપૂર્ણ કબ્જો કરી લીધો છે. આ સાથે સાથે રેજિસ્ટેન્સ ફોર્સ ના ચીફ સાલેહ કમાન્ડર સાલેહ મોહમ્મદના મોતનો પણ દાવો કર્યો છે. તાલિબાનના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે એક નિવેદનમાં કહ્યું છે કે આ જીતથી આપણો દેશ સંપૂર્ણ રીતે યુદ્ધના કિચડમાંથી બહાર આવી ગયો છે.

NRFએ કહ્યું તાલિબાનનો પંજશીર જીતનો દાવો ખોટો, અમારા યોદ્ધા દરેક ખૂણા પર તૈનાત

ઘાટીમાં પણ તાલિબાની પ્રસાશન હશે – તાલિબાન

પંજશીરને લઈને તાલિબાને કહ્યું હતુ કે અલ્લાહની મદદથી અમે આપણા રાષ્ટ્રના વ્યાપક સમર્થનની સાથે દેશની પૂર્ણ સુરક્ષાને લઈને અમારો છેલ્લા પ્રયાસોનું પરિણામ છે. પંજશીર સંપૂર્ણ રીતે જીતી લીધુ છે. હવે પંજશીર ઘાટી ઈસ્લામી અમિરાતના નિયંત્રણમાં આવી ગયું છે.

સોશિલ મીડિયા પર સામને આવી રહેલી તસ્વીરોમાં તાલિબાનના યોદ્ધા પંજશીરના પ્રાંતીય ગવર્નરના પરિસરના ગેટની સામે ઉભેલા નજરે પડી રહ્યા છે. તાલિબાનનું કહેવુ છે કે પંજશીરને જલ્દી જ મસૂદ પરિવારથી આઝાદ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે ઘાટીમાં પણ તાલિબાની પ્રસાશન હશે.

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી