WhatsAppમાં આવ્યું સ્ટેટસને લઇ વધુ એક ફીચર
WhatsApp New Feature: WhatsApp સ્ટેટસ અપડેટ માટે નવું ફિચર લાવ્યું છે. નવા ફિચરની મદદથી યુઝર કોન્ટેક્ટ્સના સ્ટેટસ અપડેટ પર હાર્ટ ઈમોજીથી રિએક્ટ કરી શકાશે. તેના ઉપરાંત કંપની જલ્દી જ મેસેજ બ્લોકિંગ માટે એક નવું ફિચર લાવવા જઈ રહી છે.
WhatsApp પોતાના કરોડો યુઝર્સ માટે ઝડપથી નવા નવા ફિચર રોલઆઉટ કરી રહ્યું છે. આ ટ્રેન્ડને આગળ વધારવા માટે કંપની હવે સ્ટેટસ અપડેટ્સ માટે એક ધાંસૂ ફિચર લઈને આવી રહી છે. સ્ટેટસ અપડેટ માટે આ નવા ફિચરનું નામ Like Reaction-Status Update છે. નવું ફિચર યુઝર્સને સ્ટેટસ અપડેટ્સ પર હાઈ ઈમોજીથી રિએક્ટ કરવાનું ઓપ્શન આપે છે. આ ઉપરાંત કંપની અજાણ્યા એકાઉન્ટથી આવનાર મેસેજ માટે પણ મોટુ અપડેટ રોલઆઉટ કરવાની છે.
WhatsApp beta for Android 2.24.17.21: what’s new?
WhatsApp is rolling out a like reaction feature for status updates, and it’s available to some beta testers!
Some users can experiment with this feature by installing certain previous updates.https://t.co/o9Gi2V9Ctv
— WABetaInfo (@WABetaInfo) August 15, 2024
શું હશે ખાસ?
આ અપડેટમાં તમને સ્ટેટસ અપડેટ પર રિએક્ટ કરવા માટે રિપ્લાય બારની બાજુમાં અલગથી હાર્ટ ઈમોજી આપવામાં આવશે. હાર્ટ ઈમોજીથી રિએક્ટ કરવા પર સ્ટેટસ અપડેટ કરનાર યુઝર્સને તેનું નોટિફિકેશન પણ મળશે. જેનાથી તેમને ખબર પડશે કે કોઈએ તેમના સ્ટેટસને લાઈક કર્યું છે.
સ્ટેટસને લાઈક કરનાર યુઝર્સની લિસ્ટ નોર્મલ વ્યૂઅર શીટમાં જ દેખાશે. તેનાથી સ્ટેટસ અપડેટ કરનાર યુઝર્સને સરળતાથી તેની જાણકારી મળી શકશે કે કયા કોન્ટેક્ટ્સે તેમના અપડેટને લાઈક કર્યું છે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટેડ
સ્ટેટસ અપડેટ માટે આવેલુ રિએક્શન ફિચર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટેડ હશે. આ ફિચરને હાલ વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોયડ 2.24.17.21માં આપવામાં આવ્યું છે. બીટા ટેસ્ટિંગ બાદ કંપની તેના સ્ટેબલ વર્ઝનને ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરશે.
મેસેજ બ્લોક ફિચર
WhatsAppના નવા ફિચર્સની લિસ્ટમાં અજાણ્યા એકાઉન્ટથી આવતા મેસેજને બ્લોક કરતું ફિચર શામેલ છે. કંપની આ ફિચર પર હાલ કામ કરી રહી છે. Block Messages From Unknown Account વાળું ઓપ્શન પણ મળવા લાગશે.
Republic Day – લખતર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ