OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

Photo of author

By SOHAM 24 NEWS

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

Google News Follow Us Link

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

રિપોર્ટ્સ અનુસાર, આ ફોનની સ્ક્રીન 6.43 ઇંચની હશે. જે Full HD+ AMOLEDને સપોર્ટ કરશે. આનો રિફ્રેશ રેટ HRD10+ અને 90Hz હશે.

OnePlus Nord CE 2 Features Leaked: વનપ્લસ (OnePlus)ની ભારતીય સ્માર્ટફોન (SmartPhone) માર્કેટમાં અલગ ઓળખ છે. તેના યૂઝર્સ આના નવા મૉડલને બેસબ્રીથી ઇન્તજાર કરે છે. કંપનીના નવા ફોન OnePlus Nord CE 2નો ઇન્તજાર લોકો ઘણા સમયથી કરી રહ્યાં છે. આને લઇને છેલ્લા ઘણા સમયથી સમચાર આવ્યા હતા કે આ ફોન 17 ફેબ્રુઆરી 2022એ રિલીઝ થવાનો છે. હવે આ ફોન ફરીથી સમાચારમાં આવી ગયો છે. આ વખતે ચર્ચા રિલીઝ આના લીક થયેલા ફિચર્સના કારણે થઇ રહી છે. જાણો શું છે ફોનમાં ખાસ……..

ફોનની ડિસ્પ્લેને ખાસ પ્રૉટેક્શન-

રિપોર્ટ્સ અનુસાર, આ ફોનની સ્ક્રીન 6.43 ઇંચની હશે. જે Full HD+ AMOLEDને સપોર્ટ કરશે. આનો રિફ્રેશ રેટ HRD10+ અને 90Hz હશે. ચર્ચા છે કે આ સ્માર્ટફોનમાં કંપની કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન આપી શકે છે. આ ઉપરાંત આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોઇ શકે છે. લીક જાણકારી અનુસાર, ફોનમાં Octa Core MediaTek Dimensity 900 5Gનુ પ્રૉસેસર હોઇ શકે છે અને આના Mali G68 GPUની સાથે આવવાની આશા છે.

રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

કેમેરો હશે દમદાર-

જો વાત આના કેમેરાની (Camera) કરીએ તો, રિપોર્ટ અનુસાર, આ ફોન ત્રિપલ રિયર કેમેરા સાથે માર્કેટમાં આવી શકે છે. આ અંતર્ગત 64 મેગાપિક્સલનો મેન કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 2 મેગાપિક્સલનો બીજો એક કેમેરો હોઇ શકે છે. ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો હોઇ શકે છે. આ ફોનની બેટરી 4500mAh હોવાનુ અનુમાન લગાવી શકાય છે જે 65Wનુ Super VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Google પોતાની પહેલી સ્માર્ટવોચ Pixel Watch 2022માં લોન્ચ કરશે, ફીચર્સ જોઈ પડી જશે મોજ

24 હજાર સુધી હોઇ શકે છે કિંમત- 

આ ફોન બે કલર ઓપ્શનમાં આવશે. એક કલર Gray Mirrorતો બીજો કલર Bahamas Blue હશે. OnePlus Nord CE 2માં 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ મળી શકે છે. આને તમે એસડી કાર્ડથી 1ટીબી સુધી વધારી શકો છો. કિંમતની વાત કરીએ તો આની 6જીબી રેમ + 128જીબી સ્ટૉરે વાળુ મૉડલ 23999 રૂપિયામાં તો 8જીબી રેમ + 128જીબી સ્ટૉરેજ વાળુ મૉડલ 24999 રૂપિયામાં માર્કેટમા આવી શકે છે.

કોમેડિયન સુનીલ ગ્રોવરે સ્વસ્થ થતાં જ ચાહકોનો માન્યો આભાર, હાર્ટ સર્જરી બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link