Site icon સોહમ 24 ન્યુઝ

જન્માષ્ટમી લોકમેળાનું આયોજન : કોરોનાના 2 વર્ષ બાદ આજથી સુરેન્દ્રનગર, વઢવાણના ભાતીગળ મેળાનો આરંભ

જન્માષ્ટમી લોકમેળાનું આયોજન : કોરોનાના 2 વર્ષ બાદ આજથી સુરેન્દ્રનગર, વઢવાણના ભાતીગળ મેળાનો આરંભ

જન્માષ્ટમી લોકમેળાનું આયોજન – કોરોનાના 2 વર્ષ બાદ આજથી સુરેન્દ્રનગર, વઢવાણના ભાતીગળ મેળાનો આરંભ

ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે.

Google News Follow Us Link

ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.

જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે. અને આથી જ તા.17 ઓગસ્ટને બુધવારે સવારે 10 વાગે વઢવાણ અને સાંજના સમયે સુરેન્દ્રનગરના મેળાનો આરંભ કરવામાં આવશે.

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા,વર્ષાબેન દોશી, મહામંત્રી ડો.અનિરૂધ્ધસિંહ પઢીયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, ભવાનીસિંહજી મોરી સહિતના આગેવાનો ખાસ હાજર રહેશે. મેળાને સફળ બનાવવા માટે પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય,કારોબારી ચેરમેન મનોહરસિંહ રાણા, સાંસ્કૃતિક સમીતી ચેરમેન સરસ્વતીબેન યોગેશભાઇ કણઝરીયા,ચેરમેન બહાદુરસિંહ સોલંકી, હંસાબેન હરીલાલ સોલંકી, હિતેશ્વરસિંહ મોરી, ગંભીરસિંહ લીંબડ, જગદીશભાઇ પરમાર સહિતના સદસ્યો સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહયા છે.

કાર્યક્રમનાં આકર્ષણો

તારીખ

કાર્યક્રમ

કલાકાર

17 ઓગસ્ટ

સાંસ્કૃતિક કાર્યક્રમ-હાસ્યદરબાર હકાભા ગઢવી, ભરતદાન ગઢવી, યુવરાજ જયદેવભાઇ ગઢવી, રવિ પરમાર ગ્રુપ
18 ઓગસ્ટ મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમ સાઝ ઓરકેસ્ટ્રા(ભગીરથ ભટ્ટ), મિલન ત્રિવેદી મિલનમસ્ત
19 ઓગસ્ટ ભવ્ય ભાતીગળ લોકડાયરો જીતુ ‘દાદ’ ગઢવી, રાજેન્દ્ર ગઢવી, તૃપ્તિબેન ગઢવી, રામભા ગઢવી, હરપાલદાન ગઢવી, ગોપાલભાઈ બારોટ
20 ઓગસ્ટ ગુજરતી ગીતોનો કાર્યક્રમ ગીતાબેન રબારી, વિહાભાઇ રબારી
21 ઓગસ્ટ લોકગીત કાર્યક્રમ જીજ્ઞેશ કવિરાજ (બારોટ)

 

ઘોડિયાઘર બનાવ્યું :

વઢવાણના મેળામાં નાના છોકરાઓ લઇને આવતા માતા-પિતાને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે ઘોડિયાઘર બનાવાયા છે. જેમાં બાળકની દેખરેખ માટે માણસોની વ્યવસ્થા કરાઈ છે.

વર્ડ ઇઝ વઢવાણ ટેબલો :

વઢવાણના મેળામાં ખાસ કરીને વર્ડ ઇઝ વઢવાણના નામે સુંદર, કલાત્મક ટેબલો બનાવવામાં આવ્યો છે. આ ટેબલોમાં ખાસ કરીને વીર શહિદ મહિપાલસિંહ બારડનો ટેબલો પણ ગોઠવવામાં આવ્યો છે.

​​​​​​​સેલ્ફી પોઇન્ટની પણ મજા :

મેળામાં આવનાર લોકો મેળામાં ફરીને આનંદ કરવાની મોજ માણે તેની સાથે સાથે મેળાને યાદગાર બનાવી તસવીરમાં કંડારી શકે તે માટે એક સુંદર સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને 76મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version