Organized camp – મુળી સરકારી હોસ્પિટલ ખાતે મા યોજના અને પીએમજેવાય કાર્ડ માટે કેમ્પનું આયોજન કરાયું
મુળી સરકારી હોસ્પિટલ ખાતે મા યોજના અને પીએમજેવાય કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 113 સામાન્ય અને 82 સગર્ભા મહિલાઓએ લાભ લીધો હતો. જેમાં 139 લોકોએ કાર્ડ કેમ્પનો લાભ લેવા સાથે 87 જેટલી સગર્ભાઓ હેલ્થ ઉપયોગી કાર્ડ કઢાવ્યા હતા.
આ યોજાયેલ કેમ્પમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, બાંધકામ સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા તાલુકા ભાજપ પ્રમુખ બ્રીજરાજસિંહ વાઘેલા, મુળી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ પરમાર અને સત્યજીતસિંહ પરમાર વિગેરે એવો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કેમ્પનું આયોજન કરવા બદલ રાજકીય આગેવાનોએ આ કામગીરીને બિરદાવી હતી. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર નિસર્ગ એરવાડીયા અને ઓમ દેવસિંહ ઝાલાની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Fear of loss – લખતર તાલુકાના ભડવાણા ગામના ખેતરોમાં ભરાયા પાણી