Lions Club – લાયન્સ ક્લબ હોલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન
લાયન્સ ક્લબ મેઈન દ્વારા શનિ-રવિમાં બે પ્રોજેક્ટ કેન્સર નિદાન કેમ્પ અને બાલ સંસ્કાર કેન્દ્રના કાયમી પ્રોજેક્ટ યોજાઈ ગયા. દર રવિવારે યોજાતા નિરૂપાબેન, અનુબંધ ટીમ સંચાલિત પ્રોજેક્ટમાં બાળકોને રાખડી બનાવવી, ભરત ગુથણ, મેઘ ધનુષ્યની સમજણ, રાસ ગરબા જેવી પ્રવૃત્તિઓ કરાવી હતી. આપના બાળકોને સંસ્કાર સાથે મિત્રતા અને જ્ઞાન ગમ્મત માટે રવિવારે લાયન્સ ક્લબ મોકલવા પ્રમુખ શ્રી મુકેશભાઈ વસાણી અને ઉદયનભાઈ દવેએ લોકોને અપીલ કરી છે.
અત્યારના સમયની રહેણી કરણી, ખોરાક, લાઇફ સ્ટાઇલના કારણે લોકો કેન્સર જેવી બીમારીનો ભોગ બનતા હોય છે, જેને નિવારવા માટે લાયન્સ ક્લબ મેઈન અને એશિયન હેડ એન્ડ નેક ફાઉન્ડેશન દ્વારા લાયન્સ કલબ હોલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાઈ ગયો. જે લોકોને ગાલ,જીભ અને તાળવા પર છાલા , ગળામાં ગાંઠ અથવા સોજો, મોં માં સફેદ કે લાલ ચકામા, મોં ખૂલવું બંધ થઈ જવું વિ. લક્ષણો ધરાવતા 40 જેટલા લોકોની તપાસણી ડૉ.સંદીપ મીઠાપરા દ્વારા કરવામાં આવી હતી. લોકોની માગણી અને જરૂરિયાત રજૂઆત પ્રમાણે આ પ્રોજેક્ટ દર મહિને કરવા માટે પ્રમુખ શ્રી મુકેશભાઈ વસાણી, ગોપીચંદભાઈ, દેવાંગભાઈ પ્રયત્ન કરી રહ્યાં છે. કાર્યક્રમનું આયોજન પ્રોત્સાહન અમિતભાઈ વોરા, અતુલભાઈ વ્યાસ અને કેકીનભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવેલ.
S.S. White Company – એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા ટ્રાફિક પોલીસ ઓફિસમાં બે પ્રિન્ટર ભેટ