Organizing Yoga Camp – સુરેન્દ્રનગરમાં હર ઘર ધ્યાન હર ઘર યોગ કાર્યક્રમ અંતર્ગત આગામી રવિવારે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં કુલ 41 સ્થળોએ એક સાથે અને એક જ સમયે હર ઘર ધ્યાન, હર ઘર યોગ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી તારીખ 26 માર્ચ રવિવારના રોજ સવારે 6 થી 8 કલાકે સી.યુ.શાહ હોસ્પિટલ સામે, વડવાળા સરસ્વતી વિદ્યાલય, સુરેન્દ્રનગર ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરની યોગપ્રેમી, ધ્યાનમાં અભિરુચિ ધરાવનાર જનતાને શારીરિક માનસિક તથા આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા યોગ કોર્ડીનેટર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હીટ વેવથી બચવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ