...
- Advertisement -
HomeNEWSઝેરી કચરો સળગાવાતા જનઆક્રોશ: કેમિકલયુક્ત કચરો સળગતા ભયાનક આગના ધુમાડાથી ગામના લોકો...

ઝેરી કચરો સળગાવાતા જનઆક્રોશ: કેમિકલયુક્ત કચરો સળગતા ભયાનક આગના ધુમાડાથી ગામના લોકો ડરી ગયા; વાતાવરણમાં અતિશય દુર્ગંધ ફેલાઈ

- Advertisement -

ઝેરી કચરો સળગાવાતા જનઆક્રોશ: કેમિકલયુક્ત કચરો સળગતા ભયાનક આગના ધુમાડાથી ગામના લોકો ડરી ગયા; વાતાવરણમાં અતિશય દુર્ગંધ ફેલાઈ

Outrage over burning of toxic waste: Villagers were frightened by the horrific smoke from burning chemical-laden waste; Excessive odors spread in the atmosphere

  • રાતાભેર ગામે કેમિકલ્સ યુક્ત ઝેરી કચરો સળગાવતા ગામલોકોમાં ભારે આક્રોશ
  • જન આરોગ્ય સામે ચેડાં કરનાર જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ

હળવદ તાલુકાના રાતાભેર ગામે કોઈ કારખાનાના માલિકો કેમિકલ્સ યુક્ત કચરો ઠાલવ્યા બાદ આ કચરાને સળગાવી દેતા જાણે ભયાનક આગ લાગી હોય તેવા ભયાવહ ધુમાડા નીકળતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. આ કેમિકલ્સ યુક્ત કચરો સળગાવાથી ભયંકર દુર્ગંધ ફેલાતા ગામલોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ ગયું છે. ભારે પ્રદુષણ ફેલાવાથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

મેરા હત્યાકેસ: કપૂત; રોકડા રૂ.2 લાખ અને જમીન માટે પુત્રે નિદ્રાધીન માતાપિતાને કાયમ માટે સુવાડી દેવા કાવતરું ઘડ્યું હતું

કેમિકલયુક્ત ઝેરી કચરો ગ્રામજનોના આરોગ્ય માટે જોખમી

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાતાભેર ગામે ભયંકર રીતે પ્રદુષણ ફેલાવવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની પાછળ વચ્છરાજ દાદાના મંદિર પાસેના ચેકડેમ નજીક કોઈ કારખાનાવાળાઓ કેમિકલ યુક્ત ઝેરી કચરો ઠાલવી ગયા હતા. એટલું જ નહીં અહીં જાહેરમાં પહેલા જન આરોગ્ય માટે ખતરનાક આવો ઝેરી કચરો જાહેર નાખીને કોઈએ તેને સળગાવી દીધો હતો. આ કેમિકલ યુક્ત ઝેરી કચરો સળગતા જ જાણે મોટી ભયાનક આગ લાગી હોય તે રીતે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને આગના લબકારા મારતા ધુમાડા દૂર-દૂર સુધી દેખાતા લોકો ભયભીત બની ગયા હતા.

આધારકાર્ડની કામગીરી ઠપ: સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડની ઓફિસમાં પગારની ચૂકવણી કરવામાં ન આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

ગ્રામજનોએ દોષિતો સામે યોગ્ય પગલા લેવા રજૂઆત કરી

કેમિકલ સળગતા જ ભંયકર પ્રકારની ઝેરી દુર્ગધ આખા ગામમાં ફરી વળી હતી.તેથી ગ્રામજનો સમસમી ઉઠ્યા હતા. ગામના એકદમ શુદ્ધ વાતાવરણને અશુદ્ધ કરનાર તત્વો સામે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજુબાજુમાં આવેલ ચેકડેમ કે તળાવોમાં માલઢોર પાણી પીતા હોય પણ આ કેમિકલ સળગતા તેનો ધુમાડો પાણીમાં ફરી વળતા પ્રદુષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી પ્રદુષણ બોર્ડ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

મૂળી: મૂળીના દુધઇમાં બુધવારે મોડી સાંજે 2 કોમ વચ્ચે અગાઉના મનદુઃખે મારામારી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.