છલકાયું દર્દ : બધા 1000 કરોડમાં પડ્યા, કોઈને પરફોર્મન્સની પડી નથી: બોલિવૂડ કલ્ચર પર મનોજ વાજપાઈનું ચોંકાવાનારું નિવેદન
વેબસિરીઝ હોય કે પછી ફિલ્મો. પોતાના દમદાર અભિનયથી ફેન્સના દિલો પર રાજ કરનારા મનોજ બાજપેયીનું છલકાયુ દર્દ
- મનોજ બાજપેયીનું છલકાયુ દર્દ
- ‘પર્ફોમન્સની કોઇ વાત કરતુ નથી‘
- ‘1000 કરોડ, 400કરોડમાં જ ફસાયેલા છે‘
ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે 3 વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા એક્ટર મનોજ બાજપેયી છેલ્લા 28 વર્ષથી બોલિવૂડનો હિસ્સો છે. આટલા લાંબા સમયમાં મનોજ બાજપેયીએ એકથી વધુ પાત્રો ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. તેઓ હંમેશા એવી ફિલ્મો પસંદ કરી કે જેમાં કન્ટેન્ટ ‘રીયલ કિંગ’ તરીકે ઉભરી આવે. પરંતુ મનોજ બાજપેયીને નવાઈ લાગે છે કે લોકો આ દિવસોમાં લોકો કન્ટેન્ટ અથવા પર્ફોર્મન્સ વિશે વાત કરવાને બદલે માત્ર ફિલ્મે કેટલી કમાણી કરી તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડો શું ? મનોજ બાજપેયીએ કહ્યું કે દરેક વ્યક્તિ આ આંકડામાં જ અટવાયેલા છે.
મનોજ બાજપેયીએ કહ્યું- આંકડાની રેસમાં ફસાયા છે
મનોજ બાજપેયીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં જ રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની ફિલ્મ RRR અને યશ સ્ટારર KGF: Chapter 2 એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. જ્યારે ‘KGF 2’એ પણ વિશ્વભરમાં 1100 કરોડનો આંકડો પાર કર્યો છે, ત્યારે ‘RRR’ 1 હજાર કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. આવું જ કંઈક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે થયું હતું. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડનો આંકડો પણ પાર કર્યો હતો.
ફિલ્મ કેવી છે તે કોઇ બોલતુ નથી- મનોજ બાજપેયી
એક અહેવાલમાં જણાવ્યા મુજબ મનોજ બાજપેયીએ કહ્યું, ‘કોઈ બોલતું નથી કે ફિલ્મ કેવી છે? પ્રદર્શન કેવું છે તે અંગે કોઈ વાત કરવા તૈયાર નથી. અન્ય વિભાગોનો સહકાર શું છે ? આપણે બધા 1000 કરોડ, 300 કરોડ અને 400 કરોડમાં અટવાયેલા છે. આ લડાઈ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને મને લાગે છે કે તેનો અંત આવવાનો નથી.
‘1 હજાર કરોડના ક્લબને કારણે ફિલ્મ રિલીઝ કરવી મુશ્કેલ‘
મનોજ બાજપેયીએ આગળ કહ્યું, ‘હવે ક્રિટિક્સ કહે છે કે તમે તેમના જેવી ફિલ્મો કેમ નથી બનાવતા ? તમારી ફિલ્મ કેમ ચાલી રહી નથી ? આ મુખ્ય પ્રવાહમાં કામ કરતા લોકોને પૂછવામાં આવે છે. મેઇન સ્ટ્રીપ ક્રિટિક્સ આવા સવાલો પૂછે છે. જ્યાં સુધી મારી વાત છે તો હું ક્યારેય આ દુનિયાનો ભાગ ન હતો. હું તે દુનિયામાં ક્યારેક ક્યારેક કોઇ કારણોસર જઇને પાછો આવી જતો. પહેલા અમારી ફિલ્મોને થિએટરમાં રિલીઝ કરવી મુશ્કેલ હતી હવે એક હાજર કરોડવાળી ફિલ્મોને કારણે વધુ મુશ્કેલ થઇ ગયું.
મનોજ બાજપેયીએ કહ્યું- OTT મારા જેવા લોકો માટે વરદાન છે
આવા સમયે, મનોજ બાજપેયીએ OTTને ‘વરદાન’ ગણાવ્યું. તેમણે કહ્યું કે મારા જેવા એક્ટર્સ માટે ખરેખરમાં OTT વરસાદ રુપ છે. ઓટીટી અન્ય ટેલેન્ટેડ લોકો માટે પણ વરદાન છે. ઘણી ફેકલ્ટીઓ માટે સારું છે. જાણીને આનંદ થાય છે કે તમામ લોકો ઘણા બિઝી છે અને કમાલનું કામ કરી રહ્યા છે.