Pakistan: પ્રોફેટના વ્યંગચિત્રો મોકલવા બદલ 26 વર્ષની યુવતીને મૃત્યુદંડની સજા

Photo of author

By SOHAM 24 NEWS

પાકિસ્તાન: પ્રોફેટના વ્યંગચિત્રો મોકલવા બદલ 26 વર્ષની યુવતીને મૃત્યુદંડની સજા

Google News Follow Us Link

પાકિસ્તાન: પ્રોફેટના વ્યંગચિત્રો મોકલવા બદલ 26 વર્ષની યુવતીને મૃત્યુદંડની સજા

એક મુસ્લિમ યુવતીને બુધવારે પાકિસ્તાનમાં વ્હોટ્સએપ દ્વારા નિંદાત્મક ટેક્સ્ટ મેસેજ અને પ્રોફેટ મુહમ્મદના વ્યંગચિત્રો મોકલવા બદલ દોષી ઠેરવવામાં આવી.

  • પાકિસ્તાનમાં ઈશનિંદા માટે મૃત્યુદંડની સજાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
  • ટેક્સ્ટ મેસેજ અને પ્રોફેટ મુહમ્મદના વ્યંગચિત્રો મોકલવા બદલ દોષી ઠેરવવામાં આવી.

પાકિસ્તાનમાં ઈશનિંદા માટે મૃત્યુદંડની સજાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મુસ્લિમ યુવતીને બુધવારે પાકિસ્તાનમાં(Pakistan) વ્હોટ્સએપ દ્વારા નિંદાત્મક(Blasphemy) ટેક્સ્ટ મેસેજ અને પ્રોફેટ મુહમ્મદના(Prophet Muhammad) વ્યંગચિત્રો મોકલવા બદલ દોષી ઠેરવવામાં આવી. જે બાદ રાવલપિંડીની એક અદાલત દ્વારા તેને મૃત્યુદંડની(Death Sentence) સજા સંભળાવવામાં આવી હતી.

મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ઈશનિંદા અત્યંત સંવેદનશીલ મુદ્દો છે, અને તેને પ્રતિબંધિત કરતા કાયદામાં સંભવિત મૃત્યુદંડની સજામાં થઈ શકે છે જો કે આ ગુના હેઠળ હજી સુધી કોઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો નથી. પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો 1980માં લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકના શાસનમાં લાગુ કરવામાં આવ્યો હતો. જો કે આ કાયદા હેઠળ અત્યાર સુધી કોઈને ફાંસી થઈ નથી.

વલસાડમાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, જૂજવા ગામ ખાતે 4 બાળકોએ રમત રમવામાં ધતુરાનું શાક બનાવી ખાધું, તબીયત લથડી

મિત્ર દ્વારા જ કરવામાં આવ્યો કેસ

રાવલપિંડીની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. યુવતીનું નામ અનિકા આતિક છે. 2020માં તેના મિત્ર ફારૂક હસનાતે તેના પર કેસ કર્યો હતો. પોલીસે અનિકા વિરૂદ્ધ પ્રોફેટ વિષે અપશબ્દો કહેવા, ઇસ્લામનું અપમાન કરવા તેમજ સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. 2020 પહેલા, અનિકા અને ફારૂક એક સમયે સારા મિત્રો હતા. આરોપ છે કે બંને વચ્ચે મતભેદ થયા બાદ અનિકાએ ગુસ્સામાં ફારુકને ઈશનિંદાવાળા મેસેજ મોકલ્યા હતા. ફારુકે અનિકાને મેસેજ ડિલીટ કરવા અને માફી માંગવા કહ્યું, પરંતુ તેએ ના પાડી. આ પછી ફારુકે અનિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે અનિકા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

ઝિયા-ઉલ-હકના શાસન હેઠળ કાયદો લાવવામાં આવ્યો હતો

તાજેતરમાં જ, શ્રીલંકાના એક વ્યક્તિને ઈશનિંદાના આરોપમાં ટોળાએ મૃત્યુના ઘાટે ઉતારી દીધો હતો. જે બાદમાં ટોળાએ તેની લાશને પણ સળગાવી દીધી હતી. યુવક સિયાલકોટમાં કાપડના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો 1980માં લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકના શાસનમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર, અત્યાર સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનમાં એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ઈશનિંદાની શંકામાં લોકોની હત્યા કરવામાં આવી હોય.

ઈસુદાન ગઢવીએ AAP છોડી ગયેલા વિજય સુવાળા-મહેશ સવાણીનો કેમ માન્યો આભાર?

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link