Vastadi – વસ્તડી-ચુડાને જોડતા પુલનો ભાગ ધરાશાયી, ચાર ધવાયા; સદભાગ્યે જાનહાનિ ટળી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે. જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતું, તે દરમિયાન એક ભાગ ધરાશાયી….
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે. જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતું, તે દરમિયાન એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા અને પુલ ધરાશાયી થતાં ડમ્પરના ચાલક સહિત ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા.
ટ્રાફિકથી ધમધમતો પુલ અચાનક જ ધરાશાયી
આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલક અને બે બાઇકસવારને રસ્તા વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પુલ ધરાશાયી થવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને ટ્રાફિકથી ધમધમતો પુલ અચાનક જ ધરાશાયી થઇ અફડાતફડી મચી જવા પામી હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
સદનસીબે જાનહાનિ ટળી
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં પોલીસ, ફાયર વિભાગ ગામના સરપંચ સહિતના અનેક લોકો ઘટના સ્થળ પહોંચ્યા હતા. 108 સહિતની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના, ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના બની છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનામાં 5 થી 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાની જાણકારી સામે આવી રહી છે. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં 134 લોકો મોતને ભેટ્યા હતા
મહત્વનું છે કે, મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં દિવાળીની છેલ્લી રજા 134 લોકોની જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. સરકારે આપેલા સત્તાવાર આંકડા મુજબ મોતને ભેટેલા 134 લોકોમાંથી સૌથી વધુ 10થી 30 વર્ષના તરુણ અને યુવા વયના લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે પુલ પર ખાસ અવર જવર નહોતી એટલે સદભાગ્યે જાનહાનિ ટળી છે.
Dance Competition – લીટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલના ભૂલકાઓએ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો