Passengers Problem- થોડા દિવસો પહેલા પ્લેટફોર્મ ઉપર બસ ઊભી ન રહેતી હોવાની ફરિયાદો હતી અને હવે આ નવી સમસ્યા

Photo of author

By rohitbhai parmar

Passengers Problem- થોડા દિવસો પહેલા પ્લેટફોર્મ ઉપર બસ ઊભી ન રહેતી હોવાની ફરિયાદો હતી અને હવે આ નવી સમસ્યા

Google News Follow Us Link

Passengers Problem A few days ago there were complaints about buses not stopping on the platform and now this is a new problem

સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં લાખોના ખર્ચે નવા રૂપરંગ સાથે વઢવાણ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ સ્ટેશનની સમસ્યાઓને લઇને મુસાફરો ત્રસ્ત બન્યા છે. ત્યારે હવે સ્ટેશનના શૌચાલયોને પણ તાળા જોવામાં આવતાં મુસાફરોમાં રોષ ફેલાયો છે. શૌચાલયની આજુબાજુ જ જાહેરમાં શૌચક્રિયા કરવાનો મુસાફરોને વારો આવ્યો છે. આથી આ બસ સ્ટેશનના શૌચાલયો લોક ઉપયોગી બનાવવામાં આવે તેવી માંગ ઊઠી હતી. વઢવાણ શહેરી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે વઢવાણ બસ સ્ટેશન આશીર્વાદરૂપ સમાન માનવામાં આવે છે.

આ બસ સ્ટેશનમાં પાણીની પરબ, પંખા, બાકડાઓ, પ્લેટફોર્મ, શૌચાલયો સહિતની સુવિધા ઊભી કરાઇ છે. પરંતુ આ સ્ટેશનમાં થોડા દિવસો પહેલા અહીં આવેલા 7 પ્લેટફોર્મ ઉપર બસ ઊભી ન રહેતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારે આ સમસ્યાનો હલ ન થયો ત્યાં હવે આ સ્ટેશનના શૌચાલયોને તાળા લાગ્યા હોવાની મુસાફરોમાં રાવ ઊઠી હતી. છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનના શૌચાલયો બંધ રહેતા હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Edible Oil- તહેવારો પર સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

બીજી તરફ શહેરી અને ગ્રામ્યના અંદાજે 183 રૂટ ધરાવતા વઢવાણ બસ સ્ટેશનના કારણે અહી દિવસ-રાત મુસાફરો આવ-જા કરી રહ્યા છે. ધોળીપોળ એ લોકોથી ધમધમતો વિસ્તાર પણ માનવામાં આવે છે. પરિણામે આ બસ સ્ટેશનમાં શોચાલયોને તાળા લાગેલા હોવાથી મહિલાઓ સહિતના મુસાફરોને હાલાકી પડી રહી છે. આ અંગે મહેશભાઈ પરમાર, રવિરાજભાઈ, લક્ષ્મણભાઈ વગેરે જણાવ્યું કે, આ સ્ટેશનમાં પુરૂષો અને મહિલાઓ માટે એમ 2 અલગ અલગ શૌચાલયો બાજુબાજુમાં જ આવેલા છે. પરંતુ આ શૌચાલયોને ઘણા સમયથી તાળા મારી દેવામાં આવ્યા છે.

Bhatigaal Mela – ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ, ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન

આથી અહી આવતા મહિલા સહિતના મુસાફરોને શૌચાલયની આજુબાજુ જ જાહેરમાં શૌચક્રિયા કરવાની ફરજ પડે છે. આથી વઢવાણ શહેરના આ બસ સ્ટેશનમાં શૌચાલયની હાલ જે સુવિધાઓ છે તે લોકો માટે બિનઉપયોગી થઇ રહી છે. આથી તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લઇને શૌચાલયોના તાળા ખોલીને લોકઉપયોગી બનાવવા જોઇએ તેવી મુસાફરોએ માંગ કરી હતી.

Vegetable Prices- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link