સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો
- પુન: જૂનું ભાડું લાગુ કરવા માંગ ઉઠી
- ડબલથી વધુ ભાડા વધારો કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.
- મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણવાના બદલે તેને પુન: લોકલ ટ્રેન ગણીને ભાડા વધારો પાછો ખેંચવા મુસાફરોની લાગણી અને માંગણી છે.
લોકલ ટ્રેનને મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણીને ભાવ વધારો ઝીકાયો હોવાથી પુન: જૂનું ભાડું લાગુ કરવા માંગ ઉઠી
બોટાદ, પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં શરુ થયેલ સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનને લોકલ ટ્રેનના બદલે મેઈલ એક્સપ્રેસ ટ્રેન તરીકે જાહેર કરીને ડબલથી વધુ ભાડા વધારો કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.
આ લોકલ ટ્રેનનું ભાડુ અગાઉ રૂ.20 હતું જે તાજેતરમાં શરુ થયેલ નવી સુરેન્દ્રનગર-ભાવનગર મેઈલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડુ રૂ.45 વસુલવામાં આવે છે. આ રીતે દરેક સ્ટેશનનું જે ભાડુ લોકલ ટ્રેનનું હતું તેમાં ડબલ કરતા વધુ વધારો કરીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અન્યાય કરાયાની લાગણી ઉદ્ભવી છે. જે જૂની લોકલ ટ્રેનમાં ગાડી હતી તે જ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનમાં દોડાવે છે તો પછી ભાડા વધારો શું કામ કરાયો? તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. આથી આ ટ્રેનને મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણવાના બદલે તેને પુન: લોકલ ટ્રેન ગણીને ભાડા વધારો પાછો ખેંચવા મુસાફરોની લાગણી અને માંગણી છે.
-A.P : રોપોર્ટ