Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો

સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો

સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનમાં ડબલ કરતા વધુ ભાડા વધારાનો વિરોધ કરતા યાત્રિકો (ફોટો-Twitter-Surendranagar-Bhavnagar Train)

લોકલ ટ્રેનને મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણીને ભાવ વધારો ઝીકાયો હોવાથી પુન: જૂનું ભાડું લાગુ કરવા માંગ ઉઠી

બોટાદ, પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં શરુ થયેલ સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનને લોકલ ટ્રેનના બદલે મેઈલ એક્સપ્રેસ ટ્રેન તરીકે જાહેર કરીને ડબલથી વધુ ભાડા વધારો કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.

લોકલ ટ્રેનનું ભાડુ અગાઉ રૂ.20 હતું જે તાજેતરમાં શરુ થયેલ નવી સુરેન્દ્રનગર-ભાવનગર મેઈલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડુ રૂ.45 વસુલવામાં આવે છે. આ રીતે દરેક સ્ટેશનનું જે ભાડુ લોકલ ટ્રેનનું હતું તેમાં ડબલ કરતા વધુ વધારો કરીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અન્યાય કરાયાની લાગણી ઉદ્ભવી છે. જે જૂની લોકલ ટ્રેનમાં ગાડી હતી તે જ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનમાં દોડાવે છે તો પછી ભાડા વધારો શું કામ કરાયો? તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. આથી આ ટ્રેનને મેઈલ એક્સપ્રેસ ટ્રેન ગણવાના બદલે તેને પુન: લોકલ ટ્રેન ગણીને ભાડા વધારો પાછો ખેંચવા મુસાફરોની લાગણી અને માંગણી છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version