Site icon સોહમ 24 ન્યુઝ

Patdi : પાટડીના સવલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખસો ઝડપાયા

Patdi : પાટડીના સવલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખસો ઝડપાયા

Google News Follow Us Link

પાટડીના સવલાસ ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા હતા. આથી પાટડી પોલીસે જુગારીઓને રોકડ અને 7 નંગ મોબાઇલ મળી કુલ રૂ. 27,900ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પાટડી પોલીસે મળેતી બાતમીના આધારે સવલાસ ગામમાં દરોડો કરી 7 જુગારીઓ ઝડપી પાડ્યાં હતા. પાટડી પોલીસે જુગારનો દરોડો પાડી સવલાસ ગામે તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રાજુભાઇ દેવજીભાઇ કોલાદરા,મનસુખભાઇ લધુભાઇ અજાણી, કલ્પેશભાઇ કાનજીભાઇ કોલાદરા, મુકેશભાઇ બચુભાઇ વડદરીયા, જાયમલભાઇ ચતુરભાઇ ઓડુચા, મહેશભાઇ દેવસીભાઇ પરમાર રહે તમામ સવલાસ જ્યારે ધ્રાંગધ્રાના થળા ગામના ચંદુભાઇ શંકરભાઇ પાડલીયાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ. 10,900 અને મોબાઇલ નંગ-7, કિંમત રૂ. 17,000 મળી કુલ રૂ. 27,900ના મુદામાલ જપ્ત કરાયો હતો.

પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, દાનાભાઇ અને ભાવાર્થભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના રસિકભાઇ પનારા ચલાવી રહ્યાં છે.

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં 40 ફૂટ ઊંડા બોરમાં બાળકી ફસાઈ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version