પત્રલેખાએ ચૂંદડી પર બંગાળીમાં લખાવ્યું રાજકુમાર માટે સુંદર વચન, શું તમે જાણો છો એનો મતલબ ? 

Photo of author

By SOHAM 24 NEWS

પત્રલેખાએ ચૂંદડી પર બંગાળીમાં લખાવ્યું રાજકુમાર માટે સુંદર વચન, શું તમે જાણો છો એનો મતલબ ?

રાજકુમાર રાવ અને પત્રલેખા અંતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 15 નવેમ્બરે આ જોડાએ ચંદીગઢના સુખવિલાસમાં સાત ફેરા લીધા. ફેન્સ નવા કપલનો ખુબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. બંનેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાજકુમાર અને પત્રલેખાની આ ફોટોઝ જોઈ સ્પષ્ટ લાગી રહ્યું છે કે બંને કેટલા ખુશ છે એક બીજાનો સાથ મેળવીને.

Google News Follow Us Link

પત્રલેખાએ ચૂંદડી પર બંગાળીમાં લખાવ્યું રાજકુમાર માટે સુંદર વચન, શું તમે જાણો છો એનો મતલબ ? 

  • રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા
  • ફેન્સ નવા કપલનો ખુબ શુભેચ્છા પાઠવી
  • ચૂંદડીમાં પત્રલેખાએ લખ્યું હતું – ‘પ્રેમથી ભરેલા હૃદય સાથે, હું મારી જાતને તમને સોંપું છું.’

રાજકુમાર રાવ અને પત્રલેખા અંતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 15 નવેમ્બરે આ જોડાએ ચંદીગઢના સુખવિલાસમાં સાત ફેરા લીધા. ફેન્સ નવા કપલનો ખુબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. બંનેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાજકુમાર અને પત્રલેખાની આ ફોટોઝ જોઈ સ્પષ્ટ લાગી રહ્યું છે કે બંને કેટલા ખુશ છે એક બીજાનો સાથ મેળવીને.

વિકી કૌશલએ બતાવ્યો દેશી ડાન્સવાળો અંદાજ, ભૂમિ અને કિયારાનો ફર્સ્ટ લુક પણ આવ્યો સામે

પત્રલેખાએ બંધાવ્યું વચન:

પત્રલેખાએ ચૂંદડી પર બંગાળીમાં લખાવ્યું રાજકુમાર માટે સુંદર વચન, શું તમે જાણો છો એનો મતલબ ? 

દુલ્હનના જોડામાં પત્રલેખા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ લોકોનું ધ્યાન અભિનેત્રીની ચૂંદડી પર ગયું જેમાં બંગાળી ભાષામાં કંઈક લખેલું છે. આ જોઈને લોકોએ ગુગલ બાબાની મદદ લેવાનું શરૂ કર્યું અને પત્રલેખાનું વચન જાણ્યું જે તેણે પોતાની ચૂંદડીમાં રાજકુમાર માટે લખ્યું હતું. પત્રલેખાએ લખ્યું હતું – ‘અમર પોરણ ભૌરા ભલોબાસા અમી તોમે સોમોરપોં કોરિલમ’, જેનો હિન્દીમાં અર્થ થાય છે – ‘પ્રેમથી ભરેલા હૃદય સાથે, હું મારી જાતને તમને સોંપું છું.’ આ વચન ખરેખર સુંદર છે.

સબ્યસાચીનો લહેંગો:

પત્રલેખાએ ચૂંદડી પર બંગાળીમાં લખાવ્યું રાજકુમાર માટે સુંદર વચન, શું તમે જાણો છો એનો મતલબ ? 

તમને જણાવી દઈએ કે પત્રલેખાએ તેના લગ્નના ખાસ અવસર પર સબ્યસાચીનો લહેંગો પહેર્યો હતો. પત્રલેખાના એક ખૂબ જ નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે પત્રલેખા હંમેશા તેના લગ્નમાં સબ્યસાચીનો લહેંગો પહેરવાનું સપનું જોતી હતી. અગાઉ, જ્યારે સબ્યસાચીએ દીપિકાનો લહેંગા ડિઝાઇન કર્યો હતો, ત્યારે તેણે તેમાં સૌભાગ્યવતી ભવ પણ લખ્યું હતું.

બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના સમાચાર પર અંકિતા લોખંડેએ આપ્યું રિએક્શન, કહ્યું- હું પ્રેમમાં માનું છું, પરંતુ…

બંનેએ પ્રેમ વ્યક્ત કર્યો:

રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કરતા લખ્યું કે, ‘આખરે 11 વર્ષની મિત્રતા, પ્રેમ, રોમાન્સ અને મસ્તી પછી… મારી પાસે જે કંઈ છે તેની સાથે જ મેં લગ્ન કર્યા છે. મારો સોલ મેટ, મારો શ્રેષ્ઠ મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તમારા પતિ કહેવાથી મોટી કોઈ ખુશી નથી.’ રાજકુમારની થયા પછી પત્રલેખાએ ઈન્સ્ટા પર ફોટો શેર કર્યો અને લખ્યું, ‘આજે બધું જ… મારો પ્રેમી, મારો ગુનામાં ભાગીદાર, મારો પરિવાર, મારો આત્મા… છેલ્લા 11 વર્ષથી મારો સૌથી સારો મિત્ર! તમારી પત્ની બનવાથી મોટી કોઈ લાગણી નથી!’

11 વર્ષથી રિલેશનશિપમાં છે:

વર્ષ 2014માં બંનેએ ફિલ્મ ‘સિટી લાઈટ્સ’માં સાથે કામ કર્યું હતું. પત્રલેખાની આ ડેબ્યુ ફિલ્મ હતી. બંનેની મિત્રતા અને પ્રેમની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી અને આખરે 11 વર્ષના પ્રેમ બાદ આજે બંનેએ લગ્ન કરી લીધા હતા. બંને ઘણા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. રાજકુમાર રાવે પહેલીવાર પત્રલેખાને એક જાહેરાત ફિલ્મમાં જોઈ હતી, ત્યારથી તે પત્રલેખાને પસંદ કરવા લાગ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

GSTV

Google News Follow Us Link