Surendranagar– સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડની બાજુમાં જ ગંદા પાણીથી લોકો ત્રસ્ત
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાં હજુ પણ જાણે વરસાદી પાણી ભરાયેલા હોવાનો ઘાટ સર્જાયો છે. તો બીજી તરફ ખુલ્લી જગ્યાઓ સહિતના સ્થળોએ આવા પાણીનો નિકાલ ન થતો હોવાની લોકોમાં બૂમરાણો ઊઠી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના 60 ફૂટ રોડ પર દિવસ-રાત રાહદારીઓ, વાહનચાલકો પસાર થઇ રહ્યા છે.
Accident- વઢવાણ ડી માર્ટ ચોકડી પાસેના અકસ્માતમાં વધુ 1 યુવાનનું મોત
આ ઉપરાંત આ રસ્તાની બાજુમાં જ લો કોલેજ તેમજ અનેક સોસાયટીઓ આવેલી છે. ગંદા પાણીના કારણે મચ્છરો તેમજ જીવજંતુઓનો દિવસે ને દિવસે ઉપદ્રવ વધતો જતો હોવાથી તેમજ દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. આ અંગે તંત્રને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઇ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઊઠી હતી. ત્યારે આ ગંદા પાણી માટે યોગ્ય કાર્યવાહી કરી નિકાલ કરવામાં આવે તેવી માંગ