Site icon સોહમ 24 ન્યુઝ

PGVCL Electricity Raids – ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના 333 કનેક્શન ચેક કરાયા

PGVCL Electricity Raids – ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના 333 કનેક્શન ચેક કરાયા

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જીલ્લામાં વિજગ્રાહકો દ્વારા મોટાપાયે વિજચોરી થતી હોવાની વ્યાપક ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં પીજીવીસીએલની વીજીલન્સ સ્કવોડની ટીમ દ્વારા લાખોની કિંમતની વિજચોરી ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધીક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરીની સુચનાથી ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વિજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 28 વીજીલન્સ ટીમો દ્વારા 333 વિજકનેકશનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.

જે પૈકી 23 વિજજોડાણોમાં ગેરરીતી જણાઈ આવતાં કુલ રૂ.17 લાખની વિજચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ચોરી કરનાર વિજચોરોને રંગેહાથે ઝડપી લઈ રૂ.17 લાખનો દંડ ફટકારતા ધ્રાંગધ્રા તાલુકામાં વિજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આ અંગેની મુખ્ય ઈજનેર એચ.કે. વાઘેલા, કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શનના નીચે કામગીરી કરવામાં આવી હતી. અંગે વીજતંત્રે જણાવ્યું કે વીજચોરી કરતા તત્વો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

CLEANLINESS CAMPAIGN- થાન પોલીસ મથકમાં પડેલો 7 કરોડનો મુદ્દામાલ ભૂસ્તર કચેરીએ મોકલવા કાર્યવાહી

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version