Site icon સોહમ 24 ન્યુઝ

PGVCL raid in Dhrangadhra taluk – 32 ટીમોએ 468 વીજ જોડાણો ચેક કર્યા, 85 વીજ જોડાણો પરથી 18.50 લાખની વીજ ચોરી ઝડપાઇ

PGVCL raid in Dhrangadhra taluk – 32 ટીમોએ 468 વીજ જોડાણો ચેક કર્યા, 85 વીજ જોડાણો પરથી 18.50 લાખની વીજ ચોરી ઝડપાઇ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલના દરોડામાં કુલ રૂ. 18.50 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. જેમાં વીઝીલન્સ સ્કોડના અધિકારીઓની કુલ 32 વિઝીલન્સ ટીમો દ્વારા 468 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 85 વીજ જોડાણો પરથી કુલ રૂ. 18.50 લાખની વીજ ચોરી પકડવામાં આવતા વીજ ચોરી કરતા શખશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

પીજીવીસીએલ કચેરી, સુરેન્દ્રનગરના અધિક્ષક ઈજનેર એ.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ પીજીવીસીએલ ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયની સૂચના મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જુદા જુદા ગામોમાં વિજિલન્સ સ્કોડના અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

જેમાં વીઝીલન્સ સ્કોડના અધિકારીઓની કુલ 32 વિઝીલન્સ ટીમો દ્વારા 468 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 85 વીજ જોડાણો પરથી કુલ રૂ. 18.50 લાખની વીજ ચોરી પકડવામાં આવતા વીજ ચોરી કરતા શખશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં વીજ ચોરોને વીજચોરી કરતા રંગે હાથ ઝડપી તેઓને રૂ 18.50 લાખનો દંડ ફટકારતા હાલ ધ્રાંગધ્રા તાલુકાના જુદા જુદા ગામોના વીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વધુમાં પીજીવીસીએલ ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, આગામી દિવસોમાં વીજ ચોરોને પકડવા વધુ વીઝીલન્સની ટીમો દ્વારા સખત ચેકીંગની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Kharaghoda – ખારાઘોડામાં 135 વર્ષ પહેલા અંગ્રેજોએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ પેરિસના શિલ્પકાર પાસે તૈયાર કરાવી હતી

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version