વઢવાણ યાર્ડમાં કોથમરી વેચવા
બાબતે પાઇપ-કુહાડીથી હુમલો
- ચાર માણસોએ હુમલો કર્યો હતો.
- બંને ભાઈઓને ઇજા પહોંચાડી હતી.
- આ બનવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે થઈ હતી.

વઢવાણ-મૂળચંદ રોડ પર આવેલ રામદેવનગર-રામાપીરના મંદિર સામે રહેતા મુકેશભાઇ બાવલભાઇ મકવાણા વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનો ધંધો કરે છે. ત્યારે મુકેશભાઇ અને તેમના ભાઈ ધરમશીભાઇ યાર્ડમાં હતા ત્યારે ચાર માણસોએ હુમલો કર્યો હતો. આ બનવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે થઈ હતી.
વઢવાણ સુરેન્દ્રનગરમાં જુદી-જુદી જ્ઞાતિની 12 વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરાયું
ફરિયાદમાં જણાવ્યા મુજબ મુકેશભાઇ અને તેમના મિત્ર હિરભાઈ ભરવાડ બંને અમદાવાદ ધાણા (કોથમરી) લેવા માટે ગયા હતા. ત્યાંથી કોથમરી લઈ રાત્રિના 12 વાગે નીકળ્યા અને રાત્રિના સવા ત્રણ કલાકે યાર્ડ પર ગયા હતા.મુકેશભાઇ પોતાની થડે કોથમરી ઉતારી અને ત્યાં જ આરામ કરવા રોકાઈ ગયા હતા અને વહેલી સવારે સાડા ચાર-પોણા પાંચ કલાકે મુકેશભાઇ મકવાણા અને તેમનો ભાઈ ધરમશી થડા પર વેપાર કરતા હતા. ત્યારે કુંભારપરામાં રહેતા ગોપાલ સુરાભાઈ, ગેલા ગોપાલભાઈ, જકશી ગોપાલભાઈ, અશ્વિન મેપાભાઈ લોખંડના પાઇપ, કુહાડી જેવા હથિયારો લઈ ધસી આવી તું કોથમરી કેમ ઉતારે છે. અમારા સિવાય કોઈ ઉતારતું નથી. તારે કોથમરીનો વેપાર કરવાનો નથી તેમ કહી હુમલો કરી બંને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. બી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વેક્સિન અંગેની આંકડાકીય માહિતી ટ્વીટ કરીને આપી