દસાડા તાલુકાના 24 ગામના અગરીયાઓની રજૂઆતો ધ્યાને લઈ સેવાસેતુનું આયોજન

Photo of author

By rohitbhai parmar

Planning of Sewasetu – દસાડા તાલુકાના 24 ગામના અગરીયાઓની રજૂઆતો ધ્યાને લઈ સેવાસેતુનું આયોજન

Google News Follow Us Link

દસાડા તાલુકાના 24 ગામના અગરીયાઓની રજૂઆતો ધ્યાને લઈ સેવાસેતુનું આયોજન

  • ‘સરકાર તમારે આંગણે’ સૂત્રને ચરિતાર્થ કરતા રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

સહકાર અને મીઠા ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ “સરકાર તમારે આંગણે”એ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. મંત્રી શ્રી વિશ્વકર્માએ તાજેતરમાં દસાડા તાલુકાના રણ વિસ્તારમાં અગરીયાઓની મુલાકાત લઈ તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતાં. જે સંદર્ભે અને તેનો ઉકેલ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.24/02/2023, શુક્રવારના રોજ ખારાઘોડા ગામ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ઘરવામાં આવ્યું હતું. જેમાં ખારાઘોડા ગામ ઉ૫રાંત આજુબાજુના 24 ગામના વિસ્તારમાં ફેલાયેલ અગરીયાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

દસાડા તાલુકાના 24 ગામના અગરીયાઓની રજૂઆતો ધ્યાને લઈ સેવાસેતુનું આયોજન

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત તેઓની રજૂઆત મુજબ શ્રમ કામદાર કાર્ડઆયુષ્યમાન કાર્ડઆઘારકાર્ડરેશનકાર્ડને લગતી સેવાઓવિવિઘ દાખલા/પ્રમાણ૫ત્ર અંગેની સેવાઓઆરોગ્યપંચાયતનગરપાલિકાફોરેસ્ટપશુ સારવાર સહિતની વિવિઘ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સ્થાનિક તથા આજુબાજુના ગામલોકો અને રણવિસ્તારમાં વસવાટ કરતા અગરીયાઓ બહોળી સંખ્યામાં હાજર રહી સરકારની વિવિધ સેવાઓનો ઘરઆંગણે લાભ મેળવ્યો હતો.

દસાડા તાલુકાના 24 ગામના અગરીયાઓની રજૂઆતો ધ્યાને લઈ સેવાસેતુનું આયોજન

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link