Site icon સોહમ 24 ન્યુઝ

Planning- ચાલુ કાર્યક્રમમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની આપના આગેવાનની રજૂઆત

Planning- ચાલુ કાર્યક્રમમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની આપના આગેવાનની રજૂઆત

Google News Follow Us Link

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલમાં સોમવારે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઇ હતી. જેમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં મંત્રી મૂળુભાઇ બેરાનું ભાષણ ચાલુ થયું ત્યારે આપના ગુજરાત પ્રદેશ મંત્રી અમૃતભાઇ મકવાણાએ સુરેન્દ્રનગરમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરી હતી. આથી પોલીસ તેમને બહાર લઈ ગઈ હતી.

ACTION – વઢવાણમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી

સુરેન્દ્રનગરમાં સંત સવૈયાનાથ નગર અને ઠાકરનગરમાં પાણીની મુશ્કેલી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર એકમાત્ર એવો જિલ્લો છે જેને બે-બે સાંસ્કૃતિક વનની ભેટ મળી છે.

સરકાર ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાના આયોજનમાં છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે.પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

CELEBRATING “VIKAS WEEK”- સુરેન્દ્રનગરમાં પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version