PM Kisan Samman Nidhi – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને અનુરોધ
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “e-KYC” તથા બેંક ખાતાને આધાર સાથે સીડ કરાવી લેવાનું રહેશે.
જે લાભાર્થી ખેડૂતોનું “e-KYC” કરાવવાનુ બાકી હોય તેઓએ સત્વરે પી.એમ.કિસાન પોર્ટલ વેબસાઇટ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)માં બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા સેન્ટરમાં જઈને “e-KYC”ની કામગીરી કરાવી લેવાની રહેશે.
ભારત સરકારશ્રીની સુચના અનુસાર “e-KYC” ના કરાવ્યું હોય તેવા લાભાર્થીઓને 13માં હપ્તાની રીલીઝ વખતે ધ્યાને લેવાશે નહિ. જેથી ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક ન કરાવ્યા હોય તેમણે સત્વરે લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી “આધાર સિડિંગ” કરાવી લેવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.