Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ

PM Kisan Samman Nidhi – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ

Google News Follow Us Link

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેપ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “e-KYC” તથા બેંક ખાતાને આધાર સાથે સીડ કરાવી લેવાનું રહેશે.

જે લાભાર્થી ખેડૂતોનું “e-KYC” કરાવવાનુ બાકી હોય તેઓએ સત્વરે પી.એમ.કિસાન પોર્ટલ વેબસાઇટ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)માં બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા સેન્ટરમાં જઈને “e-KYC”ની કામગીરી કરાવી લેવાની રહેશે.

ભારત સરકારશ્રીની સુચના અનુસાર “e-KYC” ના કરાવ્યું હોય તેવા લાભાર્થીઓને 13માં હપ્તાની રીલીઝ વખતે ધ્યાને લેવાશે નહિ. જેથી ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક ન કરાવ્યા હોય તેમણે સત્વરે લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી “આધાર સિડિંગ” કરાવી લેવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત સાયલા તાલુકાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version