Site icon સોહમ 24 ન્યુઝ

PM મોદીએ UP ને આપી 10 હજાર કરોડની ભેટ, ગોરખપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન

PM મોદીએ UP ને આપી 10 હજાર કરોડની ભેટ, ગોરખપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી.

Google News Follow Us Link

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ દરમિયાન પીએમ મોદીએ ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ પ્લાન્ટનું ભૂમિ પૂજન 22 જુલાઈ 2016ના રોજ કર્યું હતું. 30 વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ તેને ફરી ચાલુ કરવામાં આવ્યો છે. લગભગ 8600 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પીએમ મોદી ગોરખપુરમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને એમ્સનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ બપોરે લગભગ અઢી વાગે પીએમ મોદી એક રેલીને સંબોધિત કરશે. પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર છે. અત્રે જણાવવાનું કે 112 એકરમાં બનેલી આ એમ્સનું 2016માં પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ RMRC ની હાઈટેક લેબનું પણ ઉદ્ધાટન કર્યું. તેનો શિલાન્યાસ 2018માં થયો હતો.

pic.twitter.com/v6bKidTzhl

આજથી ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ:-

ગોરખપુરના ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં દર વર્ષે 12.7 લાખ મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થશે. ખેડૂતોના જીવનમાં ખુશહાલી આવશે. ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થવાથી લગભગ વીસ હજાર લોકોને રોજગારી મળશે. જ્યારે 1011 કરોડના ખર્ચે બનનારી એમ્સથી પૂર્વ ઉત્તર પ્રદેશની સાથે સાથે બિહાર, ઝારખંડ, અને નેપાળ સુધીની મોટી વસ્તીને વિશ્વસ્તરની મેડિકલ સુવિધાઓનો લાભ મળશે. ગોરખપુરમાં જ વાયરસ સંબંધિત બીમારીઓની તપાસ અને રિસર્ચ થઈ શકે તે માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે આરએમઆરસી તૈયાર કરાઈ છે. આ હાઈટેક લેબ મોટા શહેરો પર નિર્ભરતાને ઓછી કરશે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ

વધુ સમાચાર માટે…

ZEE ૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version