થાનગઢની બજારમાં PSI સહિત પોલીસ કર્મચારીઓએ લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કર્યું હતું
- થાનગઢની બજારમાં પ્રજામાં જાગૃતિ લાવવાના ભાગરૂપે મેઇન બજારમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરીને માસ્ક પહેરવા બાબતે સમજણ પૂરી પાડી હતી.

થાનગઢની બજારમાં પ્રજામાં જાગૃતિ લાવવાના ભાગરૂપે મેઇન બજારમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. થાનગઢમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો માં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ત્યારે દિનપ્રતિદિન વધતા જતા કોરોનાના કેસ બાબતે લોકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે થાનગઢ પોલીસ સ્ટેશનના અધિકારી પી.એસ.આઈ. એ.એ.વડગામા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ, જયસુખભાઇ તથા સ્ટાફનાઓ દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવાના ભાગરૂપે મેઇન બજારમાં માણસોને તેમજ વાહન ચાલકો અને રાહદારીઓને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરીને માસ્ક પહેરવા બાબતે સમજણ પૂરી પાડી હતી.
લીંબાળાની સીમમાં વીજ થાંભલો તૂટતા બે શ્રમિકોના નીચે પટકાતા મોત