સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા ખાનગીરાયે પેટ્રોલિંગ જારી હતું.
- પોલીસે આ બનાવમાં 21 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મારવાડીની ચાલી સામે મકાનમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા 21 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા ખાનગીરાયે પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન માઇ મંદિર રોડ ઉપર આવેલ સીતાપુર ચોક પાસે મારવાડી ની ચાલી સામે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી.
આ બનાવમાં પોલીસે કાળુભાઈ ચકી વાળાની ગલીમાં મનીષ ઉર્ફે મુન્નો કિશોરભાઈ ખાંભડિયાના મકાનમાં બહારથી માણસો બોલાવીને દારૂની મહેફિલ ચાલુ હોવાનું ઝડપાઇ જવા પામ્યું હતું. પોલીસે આ બનાવમાં 21 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન
આ બનાવની નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વનરાજસિંહ ચૌહાણે વિપુલ સાપરા, સુરેશભાઇ ગોવિંદિયા, શનિભાઇ કોળીયા, આશિષભાઈ ખંભાળિયા, દીપકભાઈ ઉર્ફે ચકો, મોહસીનભાઈ ચૌહાણ, ભરતભાઇ લકુમ, હિતેશભાઈ દેથાળીયા, ચમનભાઈ પરમાર, ગીરીશભાઈ મકવાણા, વિનોદભાઈ સાવળીયા, મુકેશભાઈ પાટડીયા, ગણપતભાઇ કાંજીયા, વાઘજીભાઈ અઘારા, આશિષભાઈ મુલતાની, ધર્મેશભાઈ ફીચડિયા, અલ્પેશભાઈ મોટપિયા, શૈલેષભાઈ મેમકીયા, પ્રકાશભાઇ વાઘેલા તપાસ દેવનાથ મનીષભાઈ ઉર્ફે મુન્નો સહિત 21 ઇસમો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર ન થતાં કર્મચારીઓમાં આક્રોશ,ઉગ્ર રજૂઆત