સુરેન્દ્રનગર રતનપર પાણીની ટાંકી પાસે પોલીસે રેડ પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી લીધા
- રતનપર વિસ્તારની પાણીની ટાંકી પાસે પોલીસે રેડ પાડી
- છ ઈસમોને રોકડમત્તા સાથે ઝડપી લીધા

રતનપર વિસ્તારની પાણીની ટાંકી પાસે પોલીસે રેડ પાડી જુગાર રમતા છ ઈસમોને રોકડમત્તા સાથે ઝડપી લીધા. સુરેન્દ્રનગર પાણીની ટાંકી પાસે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે બાતમીના આધારે જોરાવરનગર પોલીસે તારીખ 01 જુલાઇને ગુરુવારે બપોરના સમયે આકસ્મિક રેડ પાડી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
પોલીસની રેડ દરમિયાન ઈસમો જાહેરમાં ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 11,080 સાથે મુદ્દામાલ ઝડપી લીધો છે. આ બનાવમાં પોલીસે ચંદુભાઈ મેરાભાઇ, નવનીતભાઈ કિશોરભાઈ, સુરેશભાઈ રામજીભાઈ, રાહુલભાઈ જીલાભાઈ, અતુલભાઈ ભુપતભાઈ, અર્જુનભાઈ અંબારામભાઈ સહિત છ સામે ફરિયાદ નોંધી છે. આ બનાવની પોલીસ કર્મચારી ઈમરાનભાઈ યુનિસભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર કેમ્બ્રિજ સ્કૂલ ખાતે ઈન્ટરનેશનલ શિક્ષણની શરૂઆત કરવામાં આવી