વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે નામના વાવાઝોડાની સંભવિત આફત, ખેડૂતોને સચેત કરાયા
- સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે નામના વાવાઝોડાની સંભવિત આફતને ધ્યાને રાખી ખેડૂતોને સચેત કરાયા.
- 6 જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે નામના વાવાઝોડાની સંભવિત આફતને ધ્યાને રાખી ખેડૂતોને સચેત કરાયા. તૌકતે નામના વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે વાવાઝોડાના કારણે 6 જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ 18મે ની આસપાસ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ પોતાના પાક અને જાનમાલનું રક્ષણ કરવા માટે ઉચિત પગલા લેવા સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.